Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન : 21 જિલ્લાઓ પ્રભાવિત : 17 લોકોના મોત

છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ : 500 જેટલા ઘરોને નુકશાન : રાહત બચાવ કાર્યમાં સેના પણ જોડાઈ

નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 17 જેટલા લોકોના મોત નિપજ્યા છે જયારે બે હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

 નેપાળ સરકારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે જણાવ્યુ હતુ કે, નેપાળમાં 21 જિલ્લા વરસાદના કારણે પ્રભાવિત થયા છે છેલ્લા બે દિવસમાં નેપાલના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમા 500 જેટલા ઘરને નુકસાન થયુ છે. જ્યારે રાહત અને બચાવ કાર્યમાં પોલીસ અને સેનાને કામે લગાવવામાં આવી છે.

 નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ પૂરની સ્થિતિ અંગે કેબિનેટ પ્રધાન સાથે બેઠક પણ કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નેપાળમાં પૂર્વ-પશ્વિમ માર્ગને સૌથી વધારે અસર થઈ છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા છે.

(11:52 am IST)