Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભારત આ વર્ષે બ્રિટનને પછાડી બનશે પાંચમી મોટી અર્થવ્યવસ્થા

૨૦૨૫માં જાપાનને પછાડી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનશેઃ ૨૦૨૫ સુધીમાં ભારતને જીડીયુ ૫૯૦૦ અબજ ડોલર પર પહોચી જશે : આઇએચએસ માર્કેટના રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી તા.૧૩: ભારત આ વર્ષે બ્રિટનને પાછળ રાખીને પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અને ૨૦૨૫ સુધીમાં તે જાપાનથી પણ આગળ નીકળીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની જશે. આઇએચએસ માર્કેટ શુક્રવારે એક રિપોર્ટમાં આ વાત કરી છે. રિપોર્ટમાં ભારતીય ગ્રાહક બજાર પણ ૨૦૧૯માં ૧૯૦૦ અબજ ડોલરથી વધીને ૩૬૦૦ અબજ ડોલર થવાની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકાર ફરીથી સતામાં આવ્યા પછી નાણાં મંત્રાલયે પોતાની નવી આર્થીક સમિક્ષામાં ૨૦૨૫ સુધીની આર્થિક રૂપરેખા પ્રકાશિત કરી છે. તેમા ભારતને ૨૦૨૫ સુધીમાં ૫૦૦૦ અબજ ડોલરની આર્થિક વ્યવસ્થા બનાવવાનુ અને ભારતને દુનિયાના ઉચ્ચ મધ્યમ આવક વર્ગના દેશોમાં સામેલ કરવાનું લક્ષ્ય રખાયુ છે.

આઇએચએસ માર્કેટનું અનુમાન છે કે ૨૦૧૯માં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તે બ્રિટનને પાછળ રાખી દેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ૨૦૨૫ સુધીમાં ભારતને જીડીપી ૫૯૦૦ અબજ ડોલર પર પહોચી જશે. તે વખતે ભારત દુનિયાની ત્રિજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા  બનશે. રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યુ છે કે ૨૦૨૫ સુધીમાં ભારતીય ગ્રાહક બજારનો આકાર ૩૬૦૦ અબજ ડોલર થઇ જશે જે અત્યારે ૧૯૦૦ અબજ ડોલર છે.

(11:33 am IST)