Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભારતના દબાણ હેઠળ પાક ઝુકયુ

પાકિસ્તાન સમર્થકને શિખ ગુરૂદ્વાર કમીટીમાંથી તગેડી મૂકાયોઃ આવતીકાલે થવાની છે બેઠક

નવી દિલ્હી, તા.૧૩: કરતારપુર કોરિડોર પર રવિવારના રોજ ભારત-પાકિસ્તાનની વચ્ચે યોજાનાર અગત્યની મીટિંગ પહેલાં જ ભારતના દબાણમાં ઝૂકતા પાકિસ્તાન સરકારે મોટું પગલુંભર્યું છે. પાકિસ્તાને આતંકી હાફિઝ સઇદના ખાસ ગુર્ગા અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાને પાકિસ્તાન શિખ ગુરૂદ્વાર પ્રબંધક કમિટીમાંથી હટાવી દીધો છે.

ગોપાલ સિંહ ચાવલા હવે કરતારપુર કોરિડોર કમિટીના સભ્ય નથી. કરતારપુર કોરિડોર કમિટીમાં ગોપાવ સિંહ ચાવલાને સામેલ કરવા પર ભારતે સખ્ત નારાજગી વ્યકત કરાઇ હતી. આ મુદ્દા પર ભારતે પાછલી બેઠકને રદ્દ કરી દીધી હતી. ત્યારબાદ રવિવારના રોજ અટારી-વાદ્યા બોર્ડર પર શરૂ થનાર બેઠક પહેલાં પાકિસ્તાન સરકારે ગોપાલ સિંહ ચાવલાને આ કમિટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે.

ગોપાલ સિંહ ચાવલા પાકિસ્તાનમાં બેઠેલા ભારતના દુશ્મન છે. પાકિસ્તાનમાં તેમનો સંબંધ આતંકી હાફિઝ સઇદ અને જૈશ સરગના મસૂદ અઝહર સાથે છે. પાકિસ્તાન આર્મી અને આઇએસઆઇના ઓફિસરોનો ખાસ કારિંદા છે. પાકિસ્તાનમાં તેની પહોંચ એ અંદાજ પરથી લગાવી શકાય છે કે પીએમ ઇમરાન ખાન સુદ્ઘાં તેની મુલાકાત કરે છે. આઇએસઆઇ ગોપાલ સિંહ ચાવલાનો ઉપયોગ પંજાબમાં ખાલિસ્તાની અને અલગતાવાદી ભાવનાઓને ભડકાવા માટે કરતા રહ્યા છે. થોડાંક મહિના પહેલાં જ ગોપાલ સિંહ ચાવલાની તસવીરો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર બાજવાની સાથે સામે આવી હતી.

કરતારપુર કોરિડોર પર ભારત-પાકિસ્તાનની વચ્ચે આ વર્ષે એપ્રિલમાં પણ ચર્ચા થવાની હતી. આ વાર્તા પહેલાં જયારે પાકિસ્તાને કરતારપુર કોરિડરો પર નજર રાખવા ૧૦ સભ્યોની કમિટીની જાહેરાત કરાઇ તો ભારત ખૂબ નારાજ હતું. આ કમિટી ખાલિસ્તાની મુવમેન્ટની હવા આપનાર ગોપાલ સિંહ ચાવલા, મનિંદર સિંહ, તારા સિંહ, બિશન સિંહ અને કુલજીત સિંહ જેવા નામ હતા. ભારત સરકારના સૂત્રો એ કહ્યું હતું કે આ નામ ભારતમાં અલગતાવાદી અને દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા. ભારતે આ મુદ્દા પર પાકિસ્તાનના ડેપ્યુટી હાઇ કમિશ્નરને બોલાવીને સફાઇ પણ માંગી હતી.

જો કે ભારતને શંકા છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરના બ્હાને પંજાબમાં એવા તત્વોની દ્યૂસણખોરી કરાવી શકે છે જે ત્યાં અલગતાવાદી આંદોલનને હવા આપી શકે છે. ભારતે આ નામો પર સખ્ત વિરોધ વ્યકત કરતા કરતારપુર કોરિડોર પર વાત કરવાની ના પાડી દીધી હતી. ભારતની નારાજગી બાદ જ પાકિસ્તાને નવી કમિટીની જાહેરાત કરી છે. ૧૪જ્રાક જુલાઇએ યોજાનાર આ બેઠકમાં પેસેન્જરના સામાન, યાત્રીઓની સંખ્યા, માળખાકીય સુવિધા. વિવાદાસ્પદ પુલનો મુદ્દો સામે આવશે.

(11:30 am IST)