Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

અલ નીનોની અસર સમાપ્તઃ હવે ચોમાસુ સક્રિય થશે

અમેરિકી મોસમ એજન્સીએ લોકોને હાશકારો થાય તેવુ અનુમાન બહાર પાડયું : જુલાઈમાં ચોમાસુ સામાન્યથી ૨૨ ટકા વધારે રહેશેઃ જો કે પશ્ચિમ ભારતે હજુ રાહ જોવી પડશેઃ દક્ષિણ ભારતમાં વરસાદ પડશે

નવી દિલ્હી, તા. ૧૩ :. આ મહિને ચોમાસુ પહેલાથી સારૂ રહેવાની સંભાવના છે. આનુ કારણ એ છે કે અલ નીનો નબળુ પડી રહ્યુ છે. અમેરિકી હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે અલ નીનો આવતા એક કે બે મહિનામાં ગાયબ થઈ જશે.

અલ નીનોને કારણે જૂનમાં ચોમાસા પર માઠી અસર પડી હતી અને ૩૩ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી અલ નીનો સપ્ટેમ્બરના અંત સુધી અસર પાડશે તેવુ અનુમાન હતું પરંતુ કલાઈમેટ ટ્રીડીકશન સેન્ટર અને અમેરિકાની રાષ્ટ્રીય એજન્સી દ્વારા ગઈકાલે એવુ નિવેદન આવ્યુ છે કે અલ નીનો ઘણુ નબળુ પડી ગયુ છે. હવામાનના અધિકારીઓનું કહેવુ છે કે ચોમાસા પર છવાયેલ અલ નીનોની છાયા હવે ઘટી રહી છે જે ચોમાસા માટે સારી છે.

માનવામાં આવે છે જુલાઈમાં ચોમાસુ સામાન્યથી ૨૨ ટકા વધારે રહેશે. જો કે દેશભરમાં ખાસ કરીને મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ આવતા ત્રણ ચાર દિવસ સુધી પડે તેવી શકયતા નથી. આ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ થશે.

(11:22 am IST)
  • આંતકી હાફીઝ કોર્ટના આશરે !: ટેરર ફંડીગ અંગેના આરોપોને પડકારવા જેયુડીના ચીફ અને આતંકવાદી હાફીઝ સૈયદ પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટમાં પહોંચ્યો access_time 1:40 pm IST

  • રાજસ્થાન મોડેલ મુજબ શ્રમ કાનુન દેશભરમાં લાગુ થશે?: મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યને કહયું છે મજુર કાયદામાં રાજસ્થાન મોડેલ અનુસાર ફેરફાર કરવા જોઇએ access_time 1:39 pm IST

  • કર્ણાટકઃ વધુ પ કોંગી ધારાસભ્યો સ્પીકર વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટ ગયાઃ સ્પીકર તેમના રાજીનામા સ્વીકારતા ન હોવાનો આરોપઃ અન્ય બાગીઓ મુંબઇથી શીરડી ગયા access_time 3:37 pm IST