Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

બેંગ્લુરૂમાં ૨૯ વર્ષીય યુવક ઝિકિર ખાને ૧૩ ફુટ લાંબા બાઇકનું નિર્માણ કર્યુઃ બે દિવસ માટે પ્રદર્શનમાં રખાશેઃ વન સીટર બાઇક બનાવવા સાડા સાત લાખ રૂપિયાનો ખર્ચ કર્યો

બેંગ્લુરૂઃ બેંગ્લુરૂમાં એક યુવકે ૧૩ ફુટ લાંબા બાઇકનું નિર્માણ કર્યુ છે. બેંગ્લુરૂના 29 વર્ષીય ઝિકિર ખાન પોતાની 13 ફીટ લાંબી બાઈક લઈને રસ્તા પર ધૂમ મચાવતા જોવા મળશે.

ઝાકિર ખાન પોતાની બાઈકને દુનિયાની સૌથી લાંબી મોટરસાઈકલ બતાવી રહ્યા છે. એમણે આ બાઈકને ચોપર બાઈકનામ આપ્યું છે. બેંગ્લોરમાં રહેતા ઝિકિર ખાન વ્યવસાયે ઈન્ટીરિયર ડિઝાઈનર છે. અંદાજીત સાડા ચારસો કિલો વજનવાળી એમની આ ચોપર બાઈકને રવિવારે અને શનિવારે જેપી નગર ફેજ 2 સ્થિત દુર્ગા પરમેશ્વરી બીડીએ ગ્રાઉન્ડમાં પ્રદર્શન માટે રાખશે.

ઝિકિર ખાને પોતાની આ બાઈક બનાવવામાં સાડા સાત લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આ વન સીટર બાઈકને બનાવનાર ઝિકિર કહે છે કે, મને કસ્ટમાઈઝ બાઈક ડિઝાઈન કરવામાં 45 દિવસનો સમય લાગ્યો હતો. 220 સીસી બાઈક એન્જિનની ક્ષમતા કસ્ટમાઈઝ ચેસિસ સાથે વધારી છે. આ બાઈક 120 કિમી પ્રતિ કલાકની ટૉપ સ્પીડ સુધી જઈ શકે છે.

બાઈકમાં 6 ફીટ લાંબા સાઈલેન્સર્સ અને ફોર્ક્સ છે અને આને ઝાકિરના ઘરનીપાસે નગરભાવી સ્થિત વર્કશોપમાં બનાવવામાં આવી છે. બાઈકની પહોડાઈ પાંચ ફીટની છે બાઈકની રિયર સાઈડમાં મિની ટ્રેક્ટરનું ટાયર લગાવવામાં આવ્યું છે.

(6:02 pm IST)