Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પાકિસ્‍તાન સરકારે નવાઝ શરીફની પાર્ટી પાકિસ્‍તાન મુસ્લિમ લીગ સામે કાર્યવાહી શરૂ કરતા ભારેલો અગ્નિઃ લંડનથી પાકિસ્‍તાન પરત ફરતા હેલિકોપ્ટરથી નવાઝ શરીફને જેલમાં લઇ જવાશેઃ ચાંપતો પોલીસ બંદોબસ્ત

લાહોરઃ પાકિસ્તાન સરકારે નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ સામે કાર્યવાહી શરૂ કરતા જ પાકિસ્‍તાનમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે અને ચુસ્‍ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અંદાજે 300 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

પીએમએલ એનના નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લંડનથી સ્વદેશ પરત ફરી રહ્યાં છે, અહીં તેઓએ મોટી રેલી કરવાની જાહેરાત કર્યા બાદ સરકારની ઉંઘ ઉડી ગઇ છે. રેલીમાં કોઇ અનિશ્ચનિય ઘટના ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

શરીફ અને તેમની પત્ની મરિયમ નવાઝ સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6.15 વાગ્યે લાહોર પહોંચશે. શરીફ અને મરિયમને પાકિસ્તાનની એક કોર્ટે એવનફિલ્ડ અપાર્ટમેન્ટ મામલે દોષિત ઠેરવ્યી 10 અને 7 વર્ષની સજા ફટકારી છે.

બીજી બાજુ નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોના ચેરમેન જાવેદ ઇકબાલે નવાઝ શરીફ અને મરિયમની એરપોર્ટ પરથી જ ધરપકડ કરવાની આશંકા વ્યક્ત કરી છે. બંનેની ધરપકડ માટે 16 સભ્યોની કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટ ડિવિઝને બે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં જ નવાઝ અને તેની પુત્રને જેલ લઇ જવાશે. જ્યારે બીજુ હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રહેશે. એન્ટી રાયોટ્સ યુનિટ પણ એલર્ટ પર હશે અને ડોલ્ફિન સ્કોટ અને પોલીસ રિસ્પોન્સ યૂનિટ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તમામ પ્રયાસો કરવામાં આવશે. એરપોર્ટ જતા રસ્તાઓ પર નાકાબંધી કરી રસ્તો સાંકળો બનાવી દેવામાં આવ્યો છે.

તેઓએ કહ્યું કે શરીફના આવ્યા પહેલા પોલીસ માત્ર સામાજિક વિરોધીઓની ધરપકડ કરી રહી છે. તેઓએ કહ્યું કે ધરપકડ કરાયેલા પીએમએલ એન કાર્યકર્તાઓને સાર્વજનિક આદેશ પ્રમાણે 30 દિવસ સુધી ધરપકડ કરવામાં આવી છે.

(5:55 pm IST)