Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

યુએઈની આડોડાઈઃ હરેન પંડયાની હત્યાના આરોપીને પાકિસ્તાનને સોંપી દીધો

નવી દિલ્હીઃ ભારતીય એજન્સીઓને મોટો આંચકોઃ યુએઈએ ભારતના એક મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીની સોંપણી પાકિસ્તાને કરી દીધી છેઃ ભારતની એજન્સીઓ તેને ઘણા સમયથી શોધતી હતીઃ ત્રાસવાદી ફારુક દેવડીવાલાની હાલમાં જ દુબઈથી ધરપકડ થઈ હતીઃ તેને પાકના હવાલે કરી દેવાયો છેઃ દેવડીવાલા ઉપર ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની હત્યાનો આરોપ છેઃ  તેની પર અનેક કેસ ચાલુ છેઃ તે સલીમ કુત્તાનો સાથીદાર રહી ચૂકયો છે અને અર્જુન ગેંગનો પણ સભ્ય છેઃ પાકનો દાવો હતો કે તે ભારતીય નથીઃ પાકિસ્તાની હોવાનો નાતે તેને પાકિસ્તાનને સોંપી દેવાયો છે

(7:34 pm IST)