Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પેટ્રોલ-ડીઝલ કારો પર વધુ ટેક્ષ લાગવાની શકયતા

ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે વધુ ટેક્ષની યોજનાઃ એક ટકા ટેક્ષૅ વધારવાથી ૧૦ લાખ ઇ-વાહનોને સબસીડી

નવીદિલ્હી, તા.૧૩: દેશમાં ઇલેકટ્રોનીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર પેટ્રોલ અને ડિઝલકાર પર થોડો વધુ ટેક્ષ લગાવાની યોજના બનાવી રહી છે.

નાણામંત્રાભયનું માનવું છે કે આ પગલાથી સરકાર પર ઇલેકટ્રોનીક વાહનોની ફેમ યોજનાને પ્રોત્સાહન આપવાનો અતિરિકત બોઝ પડશે નહી. આ જાણકારી નાણામંત્રાલય દ્વારા ફેમ યોજનાનાં અન્ય ચરણ માટે એકિઝકયુટીવ ફાઇનાન્સ કમીટીને મોકલેલા એક મેમોરેન્ડનથી મળી છે.

ઇન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા મુજબ આ પગલાથી લોકો પેટ્રોલ અને ડિઝલ કારોની ખરીદી ઓછી કરશે. આ અહેવાલ પર સિવામે કોઇ ટીપ્પણી કરી નથી. ઇલેકટ્રીક વાહનોના નિર્માતા સાથે જોડાયેલ અધિકારી સોહિંદર ગિર્લ જણાવ્યું કે સરકારની પાસે સબસિડિ આપવા માટે રોકડની અછત છે. ગ્રાહક ત્યારે જ ઇલેકટ્રોનીક વાહનની ખરીદી કરશે જયારે તેની કિંમત પેટ્રોલ-ડિઝલ વાહનો જેટલી હશે.તેના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડિઝલ વાહનો પર એક ટકા ટેક્ષ વધારવાથી મોટી માત્રામાં પૈસા આવશે. જેનાથી ૧૦ લાખ વાહનોને સબસીડી  આપી શકાશે. બીજીબાજુ ભારે ઉધોગ મંત્રાલયે ફેમ સ્ક્રીમને ૨૦૨૨-૨૩ સુધી ચલાવા માટે ૯,૩૮૧ કરોડ રૂપિયાની માંગ કરી છે.(૨૨.૯)

(1:53 pm IST)