Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

મોદી સાથે સીધો સંવાદ

 વડાપ્રાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહિલા સ્વયંમ સેવા સંસ્થાઓનો 'નરેન્દર મોદી એપ્લીકેશન' દ્વારા સીધો સંવાદ કાર્યક્રમ શિવમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ હતો. જેમાં મહિલાઓના વિકાસ અને મહિલાઓ પોતાના પગભર થવા અંગેની સીધી વાત મોદી સાથે થાય છે. ઉપરોકત કાર્યક્રમ મેયર આદ્યાશકિતબેન મજમુદાર તથા મહિલા મોરચાના આગેવાન સભ્ય આરતીબેન જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલ. આ તકે મહિલા મોરચાના પ્રમુખ વ્યાસ કનકબેન તથા સંગઠનના ઉપપ્રમુખ ચંદ્રીકાબેન પંડયા, જયોતિબેન વાડોલીયા તથા કોર્પોરેટર શિલ્પાબેન જોષી, ચંદ્રિકાબેન રાખશીયા સહિતના મહિલા મોરચાની ટીમ ઉપસ્થિત રહેલ.

(1:51 pm IST)