Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જમ્મુ કાશ્મીર:અનંતનાગમાં CRPF પાર્ટી પર હુમલો : 2 જવાન શહીદ:ત્રણ નાગરિક ઘાયલ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે કેટલાક આતંકીઓ ઘ્વારા સીઆરપીએફ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બે જવાન શહીદ થયા છે. સૂત્રો અનુસાર અનંતનાગના સિરપોરામાં આછાબલ ચોક પાસે લગભગ 11 વાગ્યે આતંકીઓ ઘ્વારા ઓપન ફાયર કરવામાં આવ્યું જેમાં સીઆરપીએફ જવાનો ઘાયલ થઇ ગયા છે. આ ઘટનામાં ત્રણ સ્થાનીય નાગરિક પણ ઘાયલ થયા છે.

(1:18 pm IST)