Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

અમરનાથ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ : દર્શન કરવા પડાપડી

સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓનો કાફલો રવાના : લાખો શ્રદ્ધાળુઓ હજુ પણ દર્શન કરવા માટે ઉત્સુક બન્યા

શ્રીનગર,તા. ૧૩ : અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે.  બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ભારે વરસાદ અને પ્રતિકુળ સંજોગો હાલમાં સર્જાયેલા છે.  તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ભારે વરસાદ અને પ્રતિકુળ સંજોગો હાલમાં સર્જાયેલા છે.  તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૧.૩૭ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રખાયા છે.  યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૩ના મોત થયા છે.

(12:32 pm IST)
  • ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાઈ ભાનુશાળી પર બળાત્કારના આરોપનો મુદ્દો : સુરત પોલીસ કમિશ્નરનુ ટેલિફોનિક નિવેદન :અરજીની તપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશનના PIને સોંપવામાં આવી: પહેલા પ્રાથમિક અરજીની તપાસ કરવામાં આવશે બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે access_time 12:13 am IST

  • જાફરાબાદના ટીમ્બિમા ધોધમાર વરસાદના પગલે રૂપેણ નદીમાં ઘોડાપુર access_time 11:59 am IST

  • રાજકોટ:ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક આવેલ મોતીસર ડેમ ઓવરફલો: પાટીયાળીથી રાજકોટ જતાં માર્ગ ઉપર નાલાનું ધોવાણ: ગોંડલના હડમતાળા ગામે ભારે વરસાદને કારણે ચેકડેમો તૂટ્યાં:ગોંડલના રાણસીકી ગામની કમોતડી નદીમાં પુર સાથે બે કાંઠે access_time 11:23 pm IST