Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાની BJP ને ચીમકી: PDP ના સભ્યોને ખેડવવાની કોશિશ કરશો તો ઘણા બધા સલાઉદીનો પેદા થશે

 જમ્મુ: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાએ પોતાની પાર્ટીના સભ્યોને ખેડવવાની ભાજપની પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી ચીમકી આપતું નિવેદન કર્યું છે.તેમણે જણાવ્યું કે  રાજ્યમાં બીજેપી પીડીપીને તોડવાનો પ્રયત્ન કરશે તો કાશ્મીરમાં ઘણા બીજા સલાઉદ્દીન પેદા થશે અને રાજ્યની સ્થિતિ 90ના દાયકા જેવી થઈ જશે.

   મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં 1987માં ચૂંટણીમાં ગોટાળા થયા તો યાસિન મલિક અને હિજબુલ મુજાહિદીનનો પ્રમુખ સૈય્યદ સલાઉદ્દીન પેદા થયો હતો. જો આ વખતે પણ બીજેપી પીડીપીને તોડવાનો પ્રયત્ન કરશે અને કાશ્મીરી લોકોના હકને દબાવવામાં આવશે તો સ્થિતિ પહેલાં કરતા પણ વધારે ખરાબ થશે.

    આ વિશે પ્રતિક્રિયા આપતા જમ્મુ-કાશ્મીરના બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, મહેબૂબા મુફ્તીનું નિવેદન ખૂબ વાંધાજનક છે. બીજેપી પીડીપીને તોડીને સરકાર બનાવવાનો પ્રયત્ન નથી કરી રહી. અમે રાજ્યમાં શાંતિ, સુશાસન અને વિકાસ લઈને આવવા માગીએ છીએ.

(12:02 pm IST)