Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

લોકોને નપુંસક બનાવવા માટે કાપી નાંખતો હતો તેમના પ્રાઇવેટ પાર્ટ

દિલ્હીમાંથી ઝડપાયો કિન્નર

નવી દિલ્હી તા. ૧૩ : દિલ્હી પોલીસે એક એવા કિન્નરની ધરપકડ કરી છે, જે રોડ પર કામ કરતા લોકોને પોતાનો શિકાર બનાવતો હતો. આરોપી કિન્નર આ લોકોને લાલચ આપીને પોતાની સાથે લઈ જતો અને પછી તેમનો પ્રાઈવેટ પાર્ટ કાપી નપુંસક બનાવી દેતો.

દિલ્હીના જહાંગીરપુરા વિસ્તારમાં આરોપી કિન્નરને બિજલી નામથી ઓળખવામાં આવે છે. હાલમાં કિન્નરે ખજૂરી વિસ્તારમાં રહેતા એક યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. આ યુવકની ફરિયાદ બાદ પોલીસે કિન્નર સામે ફરિયાદ નોંધી હતી. પોલીસનું માનવું છે કે બિજલી બાઈ કિન્નરોની સંખ્યા વધારવા માટે સામાન્ય લોકોને નપુંસક બનાવતો હતો.

બિજલી બાઈની ધરપકડ કરી પોલીસ તેની પુછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે બિજલી બાઈએ અનેક લોકોના પ્રાઈવેટ પાર્ટ કાપ્યા છે. આ મામલે વધુ ખુલાસા પોલીસ તપાસ દરમિયાન સામે આવશે. (૨૧.૯)

(10:53 am IST)