Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વિશ્વના અનેક ભાગોમાં દેખાયુ સૂર્યગ્રહણ : ત્રીજું ગ્રહણ ૧૧ ઓગસ્ટે

નવી દિલ્હી તા. ૧૩ : આજે શુક્રવારે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ થયું. જો કે આ ગ્રહણ આપણે ત્યાં દેખાયું નથી. આ સૂર્યગ્રહણ સાથે ૪૪ વર્ષે પહેલી વખત અપશુકનિયાશ ગણાતી ૧૩મીનો સંયોગ થયો. જેને પરિણામે તેને ભારે માનવામાં આવી રહ્યું છે. હવે પછીનું ત્રીજું ગ્રહણ ૧૧ ઓગસ્ટે થશે.

આ પહેલાં ૨૦૧૮ના વર્ષમાં ફેબ્રુઆરીમાં આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થયું હતું. એ બાદ આજે ફરી વખત સૂર્યગ્રહણ થયું છે. સામાન્ય રીતે શુક્રવાર અને ૧૩મી તારીખના સંયોગને અપશુકનિયાળ ગણવામાં આવે છે. એ અપશુકનિયાળના દિવસે જ સૂર્યગ્રહણ થયું હતું. આ ઘટના ૪૪ વર્ષ બાદ થઈ રહી છે. આ પહેલાં ૧૩ ડિસેમ્બર ૧૯૭૪ના દિવસે શુક્રવાર હતો અને એ દિવસે સૂર્યગ્રહણ થયું હતું. જો કે આ પછીનો આવો સંયોગ ૧૩ સપ્ટેમ્બર ૨૦૮૦માં પેદા થશે.

સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયાના દૂરના દક્ષિણ વિસ્તાર વિકટોરિયા, તાસ્માનિયા, પેસેફિક તેમજ હિંદ મહાસાગરમાં દેખાયું હતું. ગ્રહણનો પ્રારંભ સવારે ૭.૧૮ કલાકે અને તે ૯.૪૩ કલાકે પૂર્ણ થયું હતું. મતલબ કે સૂર્યગ્રહણ ૨.૨૫ કલાક જોઈ શકાયું હતું. કુદરતી આપત્તિ તેમજ આતંકી ઘટનાની સંભાવનાજેમની કૂંડળીમાં સૂર્ય નબળો હોય કે કુપિત હોય તે વ્યકિતને વધુ નુકસાન થાય. બચવા માટે શું કરવું આદિત્ય હૃદય  સ્ત્રોતનો પાઠ કરવો સૂર્યને જળ અર્પણ કરવું રવિવારે અનાજનું દાન કરવું.

(10:52 am IST)