Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ત્રણ પત્નીઓએ એક બીજાના પતિને કિડની આપીને પોતાના પતિનો જીવ બચાવ્યો

નવી દિલ્હી તા ૧૩ : દિલ્હીની પુષ્પાવતી સિધાનીયા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિયુટના ડોકટરોએ મેચમેકર બનીને ત્રણ યુગલોને નવું જીવન આપ્યું હતું. વાત એમ હતી કે આ હોસ્પિટલમાં થોડા-થોડા અંતરાય પર ત્રણ યુગલો કિડન-ટ્રાન્સપ્લાન્ટ માટે આવ્યાં હતાં ત્રણેય યુગલમાં પતિને કિડનીની જરૂર હતી અને ત્રણેય પત્નીઓ પોતાની કિડની ડોનેટ કરવા તૈયાર હતી. જોકે એ તેમના પતિઓને મેચ થતી નહતો. ત્રણેય દર્દીઓની હાલત એવી હતી કે જો જલ્દી ટ્રાન્સપ્લાન્ટ ન કરાવામાં આવ્યું તો તેમનો જીવ જોખમમાં હતો. એવામાં ડોકટરોએ જોયું કે એક દરદીની પત્ની ની કિડની બીજા દર્દીને માફક આવે એવી હતી. ક્રોસમેચીંગ કરવા જતાં ત્રણ યુગલો વચ્ચે કિડનીની અદલા બદલી કરવામાં આવે તો ત્રણેય પતિઓની જિંદગી બચી શકે એમ હતી. હોસ્પિટલના ડોકટરોએ ત્રણેયને કેવી રીતે બચાવી શકાય છે એ સમજાવ્યું દરદીઓ અને તેમની પત્નીઓ માની ગઇ એ પછી હોસ્પિટલ માટે બીજી ચેલેન્જ ઉભી હતી એક સાથે ત્રણ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે એક સાથે પાંચ ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યા. આઠમી જુલાઇએ સવારે સાત વાગ્યાથી લઇને રાતે ૧૦ વાગ્યા સુધી આ સર્જરીઓ ચાલી. ૭ સર્જનો, ૬ એનેસ્થિસ્ટ,૧૮ નર્સો અને ૨૦ મદદનીશ સ્ટાફની મદદથી ત્રણેય  પત્નીઓની એક-એક કિડની કાઢીને મેચ થતા દરદીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. ત્રણેય સર્જરીઓ સફળ રહી અને હવે તો દરદીઓને ઘરે જવાની છૂટ પણ આપી દેવામાં આવી છે. (૩.૨)

(10:15 am IST)