Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

લાલુ પ્રસાદ યાદવને મળ્યા અશોક ગેહલોત

ગઇકાલે પટનામાં બીમાર લાલુ પ્રસાદ યાદવના ખબરઅંતર પૂછવા કોંગ્રેસના લીડર અશોક ગેહલોત તેમના ઘરે ગયા હતા. રાષ્ટ્રીય જનતા દલના ચીફ લાલુને હાર્ટની બીમારી છે.

(11:01 am IST)
  • પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ એન્ડ માઈક્રો બાયોલોજીસ્ટ ના પ્રેસિડેન્ટ ડો. રાજેન્દ્ર લાલાણીની જાહેરાત : ચોક્કસ લાયકાત વાળા ડોકટરો સિવાયની પેથોલીજી લેબોરેટરી બાબતે કોર્ટનો મહત્વનો નિર્ણય : કોર્ટ દ્વારા આવી લેબોરેટરીના સંચાલકોએ કરેલી રીવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી : સુપ્રીમ કોર્ટે આ પૂર્વે 12-12-17ના રોજ ગેરકાયદે પેથોલોજી લેબ બાબતે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો : ચુકાદામાં કોર્ટે કરેલા નિર્દેશ મુજબ પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : લેબ ધારકોની કોર્ટમાં પડકારતી રીવ્યુ પિટિશન ફગાવી દેવાતા એમ ડી પેથોલોજી વિનાની લેબોરેટરી કરવી પડશે બંધ access_time 1:27 am IST

  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST