Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

આ છે ઇન્ડિયન મેગ્નેટમેનઃ તેમના શરીર પર કંઇપણ ચીપકી જાય છે

૩૯ વર્ષના ભાઇનું શરીર ચુંબકીય ગુણ ધરાવે છે

ભોપાલ તા.૧૩: વિદેશોમાં અનેક લોકો પોતાના શરીર પર જાતજાતની લોખંડની ચીજો ચીપકી જતી હોવાનો દાવો કરતા જોવા મળ્યા છે. જો કે આપણા દેશમાં પણ આવો જ એક મેગ્નેટમેન રહે છે. મધ્ય પ્રદેશના સાગર શહેરમાં રહેતા અરુણ રૈકવાર નામના  ભાઇ ખાસ કરીને છાતી, પીઠ અને પેટના ભાગમાં આ ચુંબકીય બળ વધુ પ્રબળ છે. થોડાંક વર્ષો પહેલાં તેઓ ઘરનું કંઇક કામ કરી રહયા હતા અને એ વખતે એક મોટો ખીલો તેમની છાતી પર પડયો અને ત્યાંથી એ નીચે પડવાને બદલે ચોંટેલો રહયો. એ વખતે પહેલી વાર તેમને પોતાના શરીરમાં ચુંબકીય ક્ષમતાની જાણ થઇ હતી. એ પછી તો અરુણે જાતે જ પોતાના બોડી પર પ્રયોગો શરૂ કર્યા. તેને પણ અચરજ થયું. તે છાતી પર ખીલા, સુડી જેવી કોઇપણ ચીજો લગાવે તો એ ચીપકી જાય છે. શરૂઆતમાં તો તેણે ડોકટરને બતાવ્યું કે તેના શરીરમાં કંઇક ખોટું થઇ રહયંુ હોવાથી તો આવું નથી થતુંને? દરેક માણસના શરીરમાં ચોક્કસ ચુંબકીય ક્ષેત્ર હોય છે. અને એ જ કારણોસર આપણે ચોક્કસ ઇમેજિંગ અને સ્ક્રેનિંગ ટેસ્ટ કરાવી શકીએ છીએ. અરુણમાં આ ચુંબકીય ક્ષેત્ર જરા વધુ સ્ટ્રોન્ગ છે જેને કારણે તેના શરીરના સંપર્કમાં આવતી કોઇ પણ લોખંડની ચીજ એની સાથે ચીપકેલી રહે છે. અમુક દિવસોમાં શરીરની મેગ્નેટીક ક્ષમતા વધારે હોય છે તો કયારેક એ આપમેળે ઓછી થઇ જાય છે. તેની છાતી અને પીઠ પર ચમચીઓ ચોંટાડવામાં આવે તો એ સરકી પડવાને બદલે એમ જ લાગેલી રહે છે. અરુણને પોતાનો આ ચુંબકીય પાવર બહુ ગમતો નથી, પણ એનું કંઇ થાય એમ પણ નથી. (૧.૬)

(10:14 am IST)