Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

અફઘાનિસ્તાનમાં પહાડ પરનો ડેમનો હિસ્સો તૂટતાં આખું ગામ તણાયું :10લોકોના મોત

અંદાજે 400થી વધારે મકાનો સંપૂર્ણ નષ્ટ પામ્યા :સેંકડો લોકો ગૂમ ;રાહત અને બચાવ કાર્ય શરુ

અફઘાનિસ્તાનનાં પંચશિર વિસ્તારમાં એક પહાડ પરના એક ડેમનો કેટલોક હિસ્સો તુટી જતા આખુ ગામ તણાઇ ગયું છે. જેમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 400થી વધારે ઘરો સંપુર્ણ નષ્ટ થઇ ગયા છે.
 
અફઘાનિસ્તાન સરકાર દ્વારા તાત્કાલીક રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકોનું બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. કેટલાક લોકો ગુમ છે તેની પણ શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જો કે સતત વરસી રહેલો વરસાદ પણ ત્યા રાહત અને બચાવ કાર્યમાં સમય લગાવી રહ્યું છે.

(9:01 am IST)