Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

રામ મંદિરની જમીનમાં કૌભાંડનો AAPનો મોટો આરોપ બે કરોડની જમીનના પાંચ મિનિટ બાદ 18 કરોડ ખરીદી !

જમીનનો ભાવ પ્રતિ સેકન્ડ પાંચ લાખ રૂપિયા વધ્યો : ED અને સીબીઆઇ તપાસની માંગ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સદીઓના સંઘર્ષ બાદ હિન્દુઓના ઇષ્ટ દેવ ભગવાન શ્રીરામના જન્મસ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું છે ત્યારે આ મંદિર નિર્માણ વચ્ચે મોટો વિવાદ સામે આવ્યો છે

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યાના રામમંદિર નિર્માણ કરાવી રહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે

સંજય સિંહે આ મામલે CBI અને ED પાસે તપાસની માંગ કરી છે. તેમણે દાવો કરતાં કહ્યું કે ચંપત રાયે અનિલ મિશ્રાની મદદથી બે કરોડની જમીન 18 કરોડમાં ખરીદી. આ મામલો સીધો મની લોન્ડરિંગનો છે.

સંજય સિંહે કહ્યું કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના નામે પણ કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરવામાં આવશે. રામ જન્મભૂમિના નામે કરોડો રૂપિયા ચંપત રાયે ચોપટ કરી લીધા

સંજય સિંહનો દાવો છે કે અયોધ્યાના તલાટીના બીજેસી ગામમાં પાંચ કરોડ 80 લાખની જમીન સુલતાન અન્સારી અને રવિ મોહન તિવારીએ કુસુમ પાઠક પાસેથી બે કરોડ રૂપિયામાં ખરીદી. આ જમીન સાંજે સાતને 10 મિનિટે ખરીદવામાં આવી અને તેની પાંચ જ મિનિટમાં તે જ જમીન ચંપત રાયે સુલતાન અન્સારી અને રવિ મોહન પાસેથી સાડા 18 કરોડ રૂપિયામાં ખરીદી. સંજય સિંહનો દાવો છે કે આ જમીનનો ભાવ પ્રતિ સેકન્ડ પાંચ લાખ રૂપિયા વધ્યો.

સંજય સિંહે કહ્યું કે આ જમીન ખરીદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે અને હું પ્રધામંત્રી મોદી અને સરકાર પાસે માંગ કરું છું કે તાત્કાલિક ED અને સીબીઆઇ તપાસની માંગ કરું છું.

(11:13 pm IST)