Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

પટનામાં બ્લેક ફંગસનો અજીબ કેસ : ડોકટરો પણ આશ્ચર્યમાં મુકાયા :દર્દીના માથામાંથી ક્રિકેટ બોલ સાઈઝની ફંગસ સર્જરી કરી

દર્દીને મગજમાં ફંગસના જાળા બાઝી ગયા હોવાથી વારંવાર ખેંચ આવતી અને બેહોશ થઇ જતો: ડોક્ટરોએ ત્રણ કલાક સર્જરી

પટના : કોરોનાની બીજી લહેરનુ જોર ઘટ્યું છે પણ બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે. મ્યુકોરમાઈકોસીસ તરીકે પણ ઓળખાતા આ રોગના કારણે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ નવી મુસીબતમાં મુકાઈ રહ્યા છે. તેમાં પણ બિહારના પટણામાં તો ડોકટરોએ એક દર્દીના માથામાંથી ક્રિકેટ બોલ સાઈઝની ફંગસ કાઢી છે. આ પ્રકારનો આ પહેલો કેસ છે અને તેણે ડોકટરોને પણ આશ્ચર્યમાં મુકી દીધા છે.

 પટણાના ઈન્દિરા ગાંધી મેડિકલ ઈન્સ્ટિટ્યુટમાં ઈએનટી વિભાગના ડોકટરોનુ કહેવુ છે કે, “60 વર્ષીય દર્દી અનિલ કુમારને વારંવાર ખેંચ આવતી હતી. તેઓ બેહોશ થઈ જતા હતા.”

ડોક્ટર વધુમાં જણાવ્યું કે, “તેમની સ્થિતિ ગંભીર હતી અને તેઓ છેલ્લા પંદર દિવસથી આ સમસ્યાનો શિકાર બનેલા હતા. તેમના પરિવારજનો તેમને અમારી પાસે લાવ્યા હતા. દર્દીની જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે, માથા સુધી બ્લેક ફંગસ પહોંચી ચુકી છે. એ પછી તેમની વહેલી તકે સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો.”

 

ડોક્ટરોએ ત્રણ કલાક સર્જરી હતી અને માથામાંથી ક્રિકેટ બોલની સાઈઝની ફંગસ કાઢી હતી. મગજમાં ફંગસના જાળા બાઝી ગયા હોવાથી દર્દીને વારંવાર ખેંચ આવતી હતી અને તે બેહોશ થઇ જતો હતો. હવે સર્જરી બાદ રાકેશ કુમાર નામનો આ દર્દી ખતરાની બહાર હોવાનુ ડોકટરોનું કહેવુ છે.

સામાન્ય સંજોગોમાં ફંગસ માથા સુધી પહોંચતા પહેલા આંખોને નુકસાન કરે છે પણ આ કેસમાં ફંગસનુ સંક્રમણ આંખમાં પહોંચ્યા વગર સીધું મગજ સુધી પહોંચી ગયું હતુ

(11:41 pm IST)