Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ઈઝરાયલમાં રાજકીય અસ્થિરતાનો અંત :નવી સરકારની રચના : નેતન્યાહુ વિપક્ષના નેતા બનશે તરીકે યથાવત

દક્ષિણપંથી રાજનેતા નફતાલી બેનેટ વડાપ્રધાન બનવા માટે તૈયારી: વિપક્ષની સરખામણીમાં તેની પાસે એક જ સીટ વધુ હશે.

ઇઝરાઇલની સંસદ નવી સરકારની રચનાની મંજૂરી આપી શકે છે. તે સાથે જ બિન્યામિન નેતન્યાહૂની 12 વર્ષોથી ચાલી રહેલી સરકાર ખત્મ થઈ જશે.એવું માનવામાં આવે છે કે નવી સરકારની રચના એટલી નાજુક બહુમતી પર કરવામાં આવશે જેમાં વિપક્ષની સરખામણીમાં તેની પાસે એક જ સીટ વધુ હશે.

પરંતુ આ સાથે છેલ્લા બે વર્ષથી ઇઝરાઇલમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતાનો યુગ પણ સમાપ્ત થાય તેવી સંભાવના છે

ઇઝરાઇલમાં પાછલા બે વર્ષમાં ત્રણ વખત ચૂંટણીઓ યોજાઇ છે. દક્ષિણપંથી રાજનેતા નફતાલી બેનેટ વડાપ્રધાન બનવા માટે તૈયારી છે.

આ માટે તેમણે કરેલા સત્તાના કરાર હેઠળ, યમિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટ સપ્ટેમ્બર 2023 સુધી દેશના વડા પ્રધાન બનેલા રહેશે. આ પછી તેમણે આગામી બે વર્ષ માટે યાઇર લાપિડને સત્તા સોંપવી પડશે.

બેન્જામિન નેતન્યાહુ ઇઝરાઇલના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડા પ્રધાન છે. તેમણે વર્ષોથી દેશના રાજકારણ પર પ્રભાવ પાડ્યો છે.

નફ્તાની બેનેટ વડા પ્રધાન બન્યા પછી નેતન્યાહુ જમણેરી લિકુડ પાર્ટીના નેતા અને સંસદમાં વિપક્ષના નેતા તરીકે ચાલુ રહેશે.

બેન્જામિન નેતન્યાહુએ નવી સરકારને “છેતરપિંડી અને આત્મસમર્પણનું ખતરનાક જોડાણ” ગણાવ્યું છે અને કહ્યું છે કે તેઓ ટૂંક જ સમયમાં તે સરકારને તોડી પાડશે.

બીજી તરફ લાંચ, છેતરપિંડી અને વિશ્વાસ ભંગના આરોપમાં બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ સુનાવણી ચાલુ છે. જો કે તેઓ આ આરોપોને નકારતા આવ્યા છે.

(10:30 pm IST)