Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને સમન્સ :16મીએ એસઆઇટીએ પૂછપરછ માટે બોલાવ્યા

શિરોમણી અકાલી દળે બસપા સાથે ગઠબંધનના બીજા જ દિવસે છ વર્ષ જૂની ઘટના મામલે સમન્સ

નવી દિલ્હી : આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી અગાઉ તમામ પક્ષો હાલ પોતાની સ્થિતિ મજબૂત કરવામા લાગ્યા છે. આ દરમિયાન શિરોમણી અકાલી દળે બસપા સાથે ગઠબંધન કર્યું હતું. જોકે હવે તેના બીજા જ દિવસે પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના પ્રમુખ પ્રકાશ સિંહ બાદલને એસઆઈટીએ સમન પાઠવ્યું છે.

વર્ષ 2015માં ગુરુ ગ્રંથ સાહિબના અપમાન અને આ ઘટનાના વિરોધમાં બેસનાર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાની ઘટના મામલે પ્રકાશસિંહ બાદલને સમન પાઠવવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓ પર થયેલા ગોળીબારમાં 2 લોકોના મોત થયા હતા, પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ મામલે તપાસ કરતા એડીજીપી એલકે યાદવની અધ્યક્ષતાવાળી એસઆઈટીએ પૂર્વ મુખ્યમંત્રીને 16 જૂનના સવારે 10.30 કલાકે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલે એસઆઈટી ગત વર્ષે નવેમ્બરમાં પણ પ્રકાશસિંહ બાદલને પૂછપરછ માટે બોલાવી ચૂકી છે.

(7:17 pm IST)