Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કારે જોત જોતામાં જળસમાધી લીધી : વીડિયો વાયરલ

ભારે વરસાદને કારણે તે જગ્યાએ મોટું ગાબડું પડતા ગાડી તેમાં ઉતરી ગઇ.

મુંબઇમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં 9 જૂનથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે 13 જૂન સુધી મુંબઇ, ઠાણે અને આસપાસના વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કર્યુ હતું. ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. ક્યાંક વૃક્ષો પડ્યા તો ક્યાંક મકાનો ધરાશયી થયા છે. આ બધા વચ્ચે ઘાટકોપર વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કારે જોત જોતામાં જળસમાધી લીધો તેનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં એક સોસાયટીના પાર્કિંગમાં 4 કાર પડેલી છે. જેમાંથી એક કારની આગળ મોટો ભુવો પડે છે. આ ભુવો પાણીથી ભરેલો છે. જેમાં આ કાર ગરકાવ થઇ જાય છે. જોત જોતામાં કાર પાણીમાં અદ્રશ્ય થિ જાય છે. જાણે કે કારને જમની ગળી હોય! કોઇને ખબર પણ ના પડે કે આ જગ્યા પર કોઇ કાર હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

(6:04 pm IST)