Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

અચાનક ટીવીમાં લાઈવ આવીને ભાજપ નેતાની માતાએ વ્યથા ઠાલવી : જગતની સામે ખુલ્લા પાડ્યા દિકરાના કરતૂત

વૃદ્ધ માતા વૃંદાવનમાં કેવી ખરાબ રીતે ભટકતી રહી સુખી સંપન્ન ત્રણેય ભાઈઓએ ઘરમાંથી કાઢી મૂકી : ભાજપના મંડળ અધ્યક્ષે કહ્યું તે મારી બહેનના ઘરે હતા અને આ બધુ ક્યારે થયુ તેની મને નથી ખબર

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના ભાજપ નેતાએ પોતાની વૃદ્ધ અને લાચાર માતાને ઘરમાંથી તગેડી મુકી. ત્યાર બાદ આ વૃદ્ધ માતા વૃંદાવનમાં કેવી ખરાબ રીતે ભટકતી રહી. જ્યારે આ કહાની વિશે એક ભક્તિ ચેનલને ખબર પડી તો તેમણે આ વૃદ્ધ માતાની કહાની સૌને સંભળાવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ ભક્તિ ચેનલે કથાવાચકની માતાના દુખને લાઈવ બતાવાનો નિર્ણય કર્યો.

કહેવાય છે કે, વૃદ્ધ મહિલાના દિકરાનું નામ પ્રમોદ અગ્રવાલ છે. તે ભાજપ નેતા મંડળ અધ્યક્ષ છે. તે ત્રણ ભાઈ છે અને સુખી સંપન્ન છે. તેમ છતાં ત્રણેય ભાઈઓએ પોતાની વૃદ્ધ માતાને ઘરમાં રાખી સેવા કરવાનું યોગ્ય સમજ્યુ નહીં. પરિણામે વૃદ્ધ માતાને વૃદાંવનમાં ઠોકરો ખાવી પડી.

એક ભક્તિ ચેનલે જ્યારે આ વૃદ્ધ મહિલાની કહાની બતાવી ત્યારે તેને જોઈને લોકોના હોશ ઉડી ગયા.કથાવાચકે જણાવ્યુ હતું કે, કઈ રીતે એક વૃદ્ધ મહિલાને તેમના નાલાયક દિકરાઓએ વૃંદાવનમાં ભટકતા કરી દીધા. મહિલા જણાવે છે કે, તેને ઘરમાંથી કાઢી તો મુકી પણ સાથે સાથે મારવાનો પણ પ્રયાસ કરેલા છે. હવે આ માતા દર દર ઠોકરો ખાઈ રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયો વાયરલ થતાં ખબર પડી કે, આ વૃદ્ધા હમીરપુર મંડળ અધ્યક્ષ ભાજપના પ્રમોદ અગ્રવાલની માતા છે. તો વળી પ્રમોદ અગ્રવાલનું પણ કહેવુ છે કે, હા એ સાચી વાત છે કે, આ તેમની માતા છે. પણ તે મારી બહેનના ઘરે હતા અને આ બધુ ક્યારે થયુ તેની મને નથી ખબર.

(5:39 pm IST)