Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

''નાસ''ના મેગા રોકેટની તસ્વીરો બહાર આવી

ચંદ્ર પર માણસો મોકલવાના ધ્યેયની સફળતા તરફ પ્રયાણ

નવી દિલ્હી, :  શુક્રવારે ફ્લૉરિડાના કૅનેડી સ્પેસ સેન્ટરમાં ઇજનેરોએ રૉકેટના 65 મીટર ઊંચા મૂળ ભાગને બે નાનાં બુસ્ટર રૉકેટો વચ્ચે ફિટ કર્યો.

આ વિશાળ રૉકેટના ત્રણ ભાગોને લૉન્ચ કન્ફિગ્રેશનમાં સ્થાપિત કરાયું હોય એવું પ્રથમ વખત બન્યું છે.

આ મિશનને ઑર્ટેમિસ-1 નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત એસએલએસ અમેરિકાની આગામી જનરેશનના ક્રૂ વ્હિકલ ઑરિયનને ચંદ્ર તરફ લઈ જશે.

જોકે, પ્રથમ ઉડાણમાં માણસ મોકલવામાં નહીં આવે. ઇજનેરો 2023માં માણસોને મોકલતા પહેલાં રૉકેટ અને અંતરીક્ષયાનને પૂર્ણ રીતે પરખવા માગે છે. નાસાએ પોતાના પ્રથમ શક્તિશાળી સ્પેસ લૉન્ચ સિસ્ટમ (એસએલએસ) રૉકેટને તૈયાર કરી લીધું છે. આ રૉકેટ આ જ દશકમાં ચંદ્ર પર માણસોને લઈ જશે.

એસએલએસ એક વિશાળ કોર સ્ટેજ જે, જેમાં પ્રોપેલન્ટ ટૅન્ક અને ચાર શક્તિશાળી એન્જિન લાગેલાં છે. આની બન્ને તરફ 54 મીટર લાંબાં સૉલિડ રૉકેટ બુસ્ટર પણ છે.

ઉડાણની પહેલી બે મિનિટ દરમિયાન આ બન્ને બુસ્ટરો જ એસએલએસને જમીન પરથી ઉપર ઊઠવા માટેની જરૂર શક્તિ પ્રદાન કરે છે.

શુક્રવાર અને શનિવારે કૅનેડી સ્પેસ સેન્ટરના ઇજનેરોએ કોર સ્ટેજને બન્ને સૉલિડ રૉકેટ બુસ્ટરોના વચ્ચે એક પ્લૅટફૉર્મ પર ઊભું કર્યું, જેને મોબાઇલ લૉન્ચર કહેવામાં આવે છે.

આ માળખાને હાલમાં નાસાની વિશાળ ક્યુબૉઇડ વ્હિકલ ઍસેમ્બલી બિલ્ડિંગ (વીએબી)માં રાખવામાં આવ્યું છે.

(3:36 pm IST)