Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ચામાચીડિયાના માળામાંથી નવા કોરોના વાઇરસ મળી આવ્યા : ચાઈનીઝ સંશોધકોએ તૈયાર કરેલા માળામાંથી મળી આવેલા નવા કોરોના વાઇરસના પ્રમાણ અને ફેલાવાની શક્યતા અંગે ચાલી રહેલો અભ્યાસ : WHO દ્વારા કોવિદ -19 અંગે થઇ રહેલી સ્વતંત્ર તપાસ દરમિયાન નવો વાઇરસ પુરાવા સમાન બની રહેશે : દોઢ વર્ષ જેટલા સમય પછી પણ કોરોનાવાયરસનું મૂળ ક્યાં હતું તેનું રહસ્ય હજુ સુધી અકબંધ

બેજિંગ : સાઉથ વેસ્ટ ચીનમાં ચાઈનીઝ સંશોધકોને ચામાચીડિયામાં નવા કોરોના વાઇરસ મળી આવ્યા છે.તેનું પ્રમાણ કેટલું છે અને તેના ફેલાવાની શક્યતા કેટલી છે તે અંગે સંશોધન આગળ ધપી રહ્યું છે.

 જે મુજબ બિલ્ડિંગના આગળના ભાગમાં  ઝાકળ  વચ્ચે  વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા ચામાચીડિયાના માળામાંથી નવા કોરોના વાઇરસ મળ્યા છે.
સી.એન.એન. ના અહેવાલ મુજબ  ચામાચીડિયામાં  નવા મળી આવેલા વાઇરસમાં કોવિદ -19 વાયરસનો સૌથી નજીકનો જિનેટિક વાઇરસ હોઈ શકે છે.

સેલ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયા મુજબ શેંડંગ યુનિવર્સિટીના ચાઇનીઝ સંશોધનકારોએ જણાવ્યું છે કે અમે ચામાચીડિયાની વિવિધ પ્રજાતિના 24  કોરોનાવાયરસ જિનોમ ભેગા કર્યા છે. જેમાં કોરોના વાયરસ જેવા ચાર SARS-CoV-2 નો પણ સમાવેશ થાય છે.

મે, 2019 અને નવેમ્બર 2020 ની વચ્ચે તેઓએ નાના, અને જંગલી ચામાચીડિયાના પેશાબ અને મળની ચકાસણી પણ કરી હતી તેમજ તેમના મોઢાની લાળ પણ ચકાસી હતી.

ચાઇનીઝ સંશોધનકારોના જણાવ્યા મુજબ તેઓમાં એક વાયરસ ખૂબ સમાન હતો, જે આનુવંશિક રૂપે SARS-CoV-2 વાયરસ જેવો જોવા મળ્યો હતો. જે  સતત રોગચાળો પેદા કરી રહ્યો છે.SARS-CoV-2 વાયરસ 2020 ની સાલમાં થાઈલેન્ડમાં પણ જોવા મળ્યા હતા.જે ચામાચીડિયા મારફત ફેલાતા જોવા મળ્યા હતા.

ચામાચીડિયામાં જોવા મળેલા નવા કોરોના વાયરસ COVID-19 અંગે WHO દ્વારા થઇ રહેલી સ્વતંત્ર તપાસ દરમિયાન  સમયસર, પારદર્શક અને પુરાવા સમાન બની રહેશે.

દોઢ વર્ષ જેટલા સમય પછી પણ કોરોનાવાયરસનું મૂળ એક રહસ્ય રહ્યું છે, ચીનના વુહાન શહેરમાં ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેથી હવે, વૈજ્ઞાનિકો અને દુનિયાના  દેશોએ કોરોના વાયરસ કુદરતી  રીતે ઉદભવ્યો હતો કે વુહાન ઇન્સ્ટિટ્યૂટમાંથી ઉદભવ્યો હતો તે બાબતની તપાસ કરવાની માંગ કરી છે તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:30 pm IST)