Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ફરી એક વાર સીરિયાની હોસ્પિટલ પર મિસાઇલ મારાથી અનેક લોકોના મોત

આ હુમલામાં ૧૩ લોકો મોતને ભેટયા : અનેક લોકોને ગંભીર ઇજા : હુમલા માટે કુર્દિશ સમુહને જવાબદાર ઠેરાવ્યું

સીરિયા: સીરિયામાં ફરી એક વાર હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવી છે. અહીંના ઉત્તરી શહેરમાં એક હોસ્પિટલમાં મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં બે ડોક્ટર્સ સહિત કુલ 13 લોકોના મોત થયા છે. આ શહેર પર તુર્કી સમર્થિતનો કબ્જો છે. અધિકાર કાર્યકર્તા અને સહાયતા ગ્રુપે આ જાણકારી આપી છે. હજૂ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે, હુમલા પાછળ કોનો હાથ છે.

તુર્કીના હતાય પ્રાંતના ગવર્નરે કહ્યુ હતું કે, શનિવારે થયેલા આ હુમલામાં 13 લોકો માર્યા ગયા છે અને 27 લોકો ઘાયલ થયા છે. ગવર્નર કાર્યાલયે હુમલા માટે સીરિયન કુર્દિશ સમુહને જવાબદાર ઠેરવ્યુ છે. બ્રિટેનના માનવાધિકાર સંગઠન સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 18 ગણાવી છે.

એમએએમએસના કહ્યા પ્રમાણે મિસાઈલ છોડવાના કારણે પોલીક્લિનિક વિભાગ, ઈમરજન્સી સેવા અને ડિલીવરી ખંડના ભુક્કા બોલાવી દીધા છે. આ સમૂહે હોસ્પિટલ પર હુમલાના ઘટનાની તપાસ કરવા માગ કરી છે. તુર્કીના હતાય વિસ્તારમાં હુમલા માટે કુર્દ સમુહને જવાબદાર ઠેરવ્યુ છે.

સીરિયા યુદ્ધગ્રસ્ત દેશ છે, જ્યાં અત્યાર સુધીમાં પાંચ લાખ લોકો મરી ચૂક્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકોને પોતાનો જીવ બચાવ્યા બાદ અન્ય દેશોમાં આશરો લેવો પડ્યો છે. અહીં બશર અલ અસદ છેલ્લા 21 વર્ષથી રાષ્ટ્રપતિ પદ પર છે. તેણે આ વર્ષની ચૂંટણી પણ જીતી લીધી છે. જોકે આ ચૂંટણીઓ એકતરફી (સીરિયા રાષ્ટ્રપતિની ચૂંટણી) માનવામાં આવે છે. તેને આ શક્તિ તેના પિતા હાફિઝ અલ-અસદ પાસેથી વારસામાં મળી છે. આ દેશ 2011 માં આરબ વસંતથી વિનાશક છે. અસદમાં 2015 ના યુએન ઠરાવનો અમલ થવાનો બાકી છે.

(12:40 pm IST)