Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

પંજાબમાં અકાલીદળ-બસપાના જોડાણ માટે મળેલી બેઠકમાં કેટલીક સીટો માટે સર્વસંમતિ સધાઇ

સુખબીર બાદલે જોડાણની જાહેરાત કરતા પંજાબના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે

નવી દિલ્હી: પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને શિરોમણી અકાલી દળ (SAD) અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) વચ્ચે ગઠબંધન થયુ ચે. અકાલી દળના નેતા સુખબીર બાદલે અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરતા કહ્યુ કે પંજાબમાં અમે મળીને વિધાનસભા ચૂંટણી લડીશું.

સુખબીર બાદલે ગઠબંધનની જાહેરાત કરતા કહ્યુ કે આ પંજાબની રાજનીતિમાં એક નવો દિવસ છે. શિરોમણી અકાલી દળ (SAD) અને બહુજન સમાજ પાર્ટી (BSP) આવતા વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી અને ભવિષ્યમાં યોજાનારી ચૂંટણી એક સાથે લડશે, તેમણે કહ્યુ કે 117 બેઠકમાંથી બસપા 20 બેઠક પર જ્યારે અકાલી દળ બાકીની 97 બેઠક પર ચૂંટણી લડશે.

આ પ્રસંગે બસપાના સાંસદ સતીશ મિશ્રાએ કહ્યુ કે આ એક ઐતિહાસીક દિવસ છે કારણ કે શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કરવામાં આવ્યુ છે, જે પંજાબની સૌથી મોટી પાર્ટી છે. 1996માં બસપા અને અકાલી દળ બન્નેએ સંયુક્ત રીતે લોકસભા ચૂંટણી લડી હતી અને 13માંથી 11 બેઠક પર જીત મેળવી હતી. આ વખતે ગઠબંધન નહી તૂટે.

આવતા વર્ષે કેટલાક રાજ્ય સાથે પંજાબમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગત વર્ષે 3 કેન્દ્રીય કૃષિ કાયદાને લઇને અકાલી દળે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યુ હતું અને એનડીએથી પણ અલગ થઇ ગયા હતા.

બન્ને દળ વચ્ચે ગઠબંધનની વાત શરૂઆતથી જ થતી હતી. બીએસપી અને એએસડી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવા માટે બસપાના મહાસચિવ સતીશ મિશ્રા પહેલા ચંદીગઢ પહોચી ગયા હતા. અકાલી દળના નેતા સુખબીર બાદલ અને સતીશ મિશ્રાએ ગઠબંધનની જાહેરાત કરી હતી. અકાલી દળના સુખબીર બાદલે કહ્યુ કે પંજાબમાં મળીને વિધાનસભા ચૂંટણી લડીશું. રાજ્યને કોંગ્રેસ મુક્ત બનાવવુ છે.

(12:03 pm IST)