Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ ગામના શાકલપુરમાં કોરોના માતાના મંદિરને પોલીસે જમીનદોસ્ત કરી નાખ્યુ

ગ્રામજનોએ અંધ વિશ્વાસને લઇને કોરોના માતાની મૂર્તિ સ્થાપિત કરી માસ્ક પણ પહેરાવ્યું હતું

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગ્રામીણો દ્વારા બનાવેલો કોરોના માતાનું મંદિર પોલીસે રાતોરાત તોડી પાડ્યું હતું. પોલીસને મંદિર બનાવવાના સમાચાર મળતાની સાથે જ શુક્રવારે મોડી રાત્રે જેસીબીથી મંદિરને તોડી પાડીને જગ્યા ક્લિન કરી નાંખી હતી, જાણે પહેલા ત્યાં કંઈ હોય જ નહીં. આમ પોલીસે મંદિરને રાતો-રાત ગાયબ કરી નાંખ્યું હતું.

આ ઘટના પ્રતાપગઢના શુક્લપુર ગામની છે, અહીં કેટલાક દિવસ પહેલા ગ્રામીણોએ કોરોનાના કારણે અંધવિશ્વાસમાં કોરોના માતાના મંદિરનું નિર્માણ કર્યું. તે ઉપરાંત મંદિરમાં કોરોના માતાની મૂર્તિ સ્થાપિત કરીને તેના પર માસ્ક પણ લગાવી દીધું.

તે પછી કોરોના માતાની મૂર્તિ સ્થાપિતની પૂજા-અર્ચના થવા લાગી. ગામના લોકો કોરોના માતાના દર્શન કરવા માટે ભેગા થવા લાગ્યા હતા. ગ્રામીણોનું માનવું હતુ કે કોરોના માતાની પૂજા કરવાથી તેમનું ગામ કોરોના મુક્ત રહેશે. તે ઉપરાંત મોટી સંખ્યામાં ગામના લોકો સવાર-સાંજે ભેગા થઈને શ્રદ્ધા પૂર્વક પૂજા કરતાં હતા.

આ બધુ ત્યારે થયું જ્યારે કોરોનાથી ગામમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા અને અનેક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ગ્રામીણોમાં અનેક ડરના કારણે દવાની સાથે-સાથે દુવાની પણ શોધ શરૂ કરી દીધી. કોરોનાના કારણે ડર ઉભો થયો તો ગ્રામીણોએ આસ્થાની રસ્તો અપનાવી લીધો હતો. તે પછી ત્યાં મંદિરનું નિર્માણ થયું.

કહેવામાં આવી રહ્યું છે કે, મંદિર તોડી પાડવામાં આવ્યુ તે પહેલા ગ્રામીણો ઉપરાંત આસપાસના લોકો પણ દર્શન કરવા આવી રહ્યાં હતા. અહીં લોકો કોરોનાની માતાની પૂજા અર્ચના કરતાં નજરે આવી રહ્યાં હતા. ગ્રામીણ અગરબત્તી સળગાવી પ્રસાદ ચડાવીને કોરોના માતાની પૂજા કરીને જળ પણ ચડાવતા હતા.

(12:03 pm IST)