Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભારતમાં પ્રદુષણમાં નોંધપાત્ર વધારો: CSEના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

આઝાદી પછીના છ દાયકા જેટલા જ વાહનો છેલ્લા છ વર્ષમાં ઉમેરાયા

 

નવી દિલ્હી :ભારતમાં મોટર વાહનોના પ્રમાણમાં ૬૦ વર્ષમાં ૭૦૦ ગણો વધારો થતાં વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં વાહનોની સંખ્યા ૧૯૫૧માં માંડ ત્રણ લાખ હતી જે ૨૦૧૫માં ૭૦૦ ગણી વધીને ૨૧ કરોડ પર પહોંચી હતી. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ (સીએસઇ)ના અભ્યાસ 'એટ ક્રોસરોડ્સ'માં જણાવાયું હતું કે શહેરોમાં જાહેર પરિવહનની સગવડોના અભાવના લીધે ખાનગી વાહનોની સંખ્યના લીધે શહેરોમાં જબરજસ્ત પ્રદૂષણ જોવા મળ્યું છે અને કાર્બન ઉત્સર્જનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે વાહનોનું તો પ્રમાણ શહેરોમાં વધી રહ્યું છે ત્યારે તેનો ઉકેલ લાવવો મોટો પડકાર છે. ભારતમાં વધી રહેલા મોટરાઇઝેશનના લીધે હવે બાબત એક મોટો મુદ્દો બની ગઈ છે. ભારતને ૧૦. કરોડ રજિસ્ટર્ડ વાહનોની સંખ્યા પર પહોંચવામાં ૬૦ વર્ષ એટલે કે ૧૯૫૧થી ૨૦૦૮નો સમયગાળો લાગ્યો હતો. પરંતુ તેના પછી ફક્ત વર્ષ ૨૦૦૯થી ૨૦૧૫ દરમિયાન આટલા બીજા વાહનો ઉમેરાયા હતા.

તેના લીધે ભારતના વાહનોનું પ્રમાણ ૧૯૫૧ના લાખ વાહનથી ૭૦૦ ગણુ વધીને ૨૦૧૫માં ૨૧ કરોડ વાહન થયું હતું. અભ્યાસમાં જણાવાયું હતું કે જો કાર અને દ્વિચક્રી વાહનોને ભેગા કરવામાં આવે તો ભારતમાં વ્યક્તિગત મોટરાઇઝેશન દર કેટલાય વિકસિત દેશોને અતિક્રમી જાય તેટલો થાય છે.

ઓટોમોબાઇલ પરના અવલંબનના લીધે વાહનો દ્વારા ફેલાવાતા પ્રદૂષણના વ્યાપમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમા પણ જાહેર પરિવહન વ્યવસ્થા પર ધ્યાન અપાતા અને સાઇકલિંગના વાતાવરણમાં ઘટાડો થતા તથા વોકિંગને પ્રમોશન કરાતા સ્થિતિ વધુ વણસી છે

(12:15 am IST)