Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દેશભરના 3,60 કરોડ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ ESI એક્ટ હેઠળ યોગદાન દર ઘટાડયો :ટેક હોમ, સેલેરી વધશે

 

નવી દિલ્હી લોકસભાની ચૂંટણી ભારે બહુમતીથી જીત્યા બાદ ફરીવાર આરૂઠ થયેલ મોદી સરકારે દેશભરના 3.60 કરોડ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકારે ESIC રેટમાં ઘટાડો કર્યો છે. જેનાથી કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં પણ વધારો થશે. ભારત સરકાર ESI એક્ટ હેઠળ યોગદાનનો દર દ્વારા 6.5% હતો જે ઘટાડીને 4% કરવામાં આવ્યો છે

ભારત સરકાર ESI એક્ટ હેઠળ યોગદાનનો દર દ્વારા 6.5% હતો જે ઘટાડીને 4% કરવામાં આવ્યો છે. જેમાં નોકરીદાતાઓનું યોગદાન 4.75%થી ઘટાડીને 3.25% અને કર્મચારીઓનું યોગદાન પણ 1.75% થી ઘટાડીને 0.75% કરાયું છે. ઘટાડેલા દરોનો 3.60 કરોડ કર્મચારીઓ અને 12.8 લાખ નોકરીદાતાઓને લાભ થશે. ઘટાડેલા દરો 1 લી જુલાઇ 2019 થી અસરકારક રહેશે.

(11:10 pm IST)