Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી

ભારતીય સંસ્‍કૃતિની પરંપારા સમી સંસ્‍થા ઇસ્‍કોન (ISCON) દેશ પરદેશમાં પથરાયેલી છે. જેમાં લાખો ભક્‍તો જોડાયેલા છે. આ સંસ્‍થાની સ્‍થાપના પ.પૂ. શ્રી પ્રભુપાદશ્રીએ કરી હતી. આ સંસ્‍થાની ખૂબી છે કે તેમાં મોટાભાગના પરદેશી (ગોરા) લોકો જોડાયેલા છે. અને સંચાલન પણ કરે છે. ISCON નો મંત્ર ‘‘હરેકૃષ્‍ણ કૃષ્‍ણ હરે હરે, હરે  રામ રામ રામ હરે ...'' કેલીફોરનીયાના સીલીકોન વેલીમાં ૧૯૬૫ લોથલ સ્‍ટ્રીટ-માઉન્‍ટેન વ્‍યુ સીટી ખાતે ઇસ્‍કોન સીલીકોનવેલી સેન્‍ટર ચાલે છે. પ.પૂ.શ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતિના અધ્‍યક્ષ સ્‍થાને અનેક આધ્‍યાત્‍મિક પ્રવૃતિઓ ચાલે છે. તા.૧૭મે શુક્રવારના રોજ આ મંદિર ખાતે નૃષી જયંતિનો ઉત્‍સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો. જેમાં ૩૦૦ જેટલા ભક્‍તોએ લાભ લીધો હતો. શરૂઆતમાં સ્‍વામી શ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતિએ નૃષી ભગવાન અવતાર અને ભક્‍ત પ્રહલાદ વિષે સુંદર પ્રાસંગિક કથાવાર્તા કરી હતી. ત્‍યારબાદ ભજન,કિર્તન, ધૂન કરાઇ હતી. આ સંસ્‍થાના ભક્‍તોએ ઉઘરાવેલ દાન તથા શ્રીમદ્દ ભગવત ગીતાનું વિતરણ વિષેની માહિતી શ્રીમતિ માલીની દેવીએ આપી હતી. આરતી બાદ સૌએ મહાપ્રસાદ માણ્‍યો હતો. (માહિતીઃ સી.બી.પટેલ-ફ્રીમોન્‍ટ) તેવું શ્રી સુભાષ શાહ દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST