Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કેન્સર માટે નવી દવાની શોધઃ કીમોથેરાપી વગર મટાડશેઃ સીધો સેલ્સ ઉપર પ્રહાર કરશે

દુનિયાની સૌથી મોટી કેન્સર બાયોલોજિકલ દવા બનશે

નવી દિલ્હી, તા.૧૩: કેન્સરનો રોગ જીવલેણ માનવામાં આવે છે. એકવાર સારવાર બાદ પણ થોડા વર્ષો પછી આ રોગ ફરીથી ઉથલો મારી શકે છે. એવામાં કેન્સર પીડિતોને રાહત આપતા સમાચાર છે. ટૂંક સમયમાં જ એવી દવા બનવાની છે જે કેન્સર પીડિત વ્યકિતના શરીરમાં રહેલા કેન્સર સેલ્સ પર હુમલો કરશે અને સ્વસ્થ સેલ્સને જરાપણ નુકસાન નહીં પહોંચાડે. આ દવાઓમાં એટલી ક્ષમતા છે કે તે કેન્સરની સારવારમાં જરૂરી ગણાતી કીમોથેરપી અને તેની આડઅસરને રિપ્લેસ કરશે. જેથી ભવિષ્યમાં કેન્સરના દર્દીની સારસંભાળ રાખવી સરળ રહેશે.

છેલ્લા થોડા દશકાથી એન્ટિબોડી ડ્રેગ કોન્જુગેટ (ખ્ઝ્રઘ્) નામની કોમ્પ્લેકસ બાયોલોજિકલ દવા પર સંશોધન થઈ રહ્યું છે અને હવે તેમાં સફળતા મળતી દેખાઈ રહી છે. આ દવાઓમાં એક બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે તૈયાર કરાઈ છે તેનું નામ ઝ્રલ્-૮૨૦૧ રાખવામાં આવ્યું છે. આ એક ખ્ઝ્રઘ્ છે જેનો લેટ-સ્ટેજ ટેસ્ટ સફળ થયો છે. વિશ્લેષક કેરોલીન સ્ટેવર્ટનું માનીએ કો, ઝ્રલ્-૮૨૦૧ જલ્દી જ દુનિયાની સૌથી મોટી કેન્સર બાયોલોજિકલ દવા બની શકે છે.

વિશ્લેષકોનું માનીએ તો, દુનિયાભરમાં જે કેન્સરના લીધે સૌથી વધુ મહિલાઓનું મોત થાય છે તે- બ્રેસ્ટ કેન્સર છે. એવામાં ઝ્રલ્-૮૨૦૧ દવાના ઉપયોગથી બ્રેસ્ટ કેન્સરની શકિતશાળી અને ટાર્ગેટેડ સારવાર થઈ શકશે. કીમોથેરપી શરીરમાં કેન્સર સેલ્સની સાથે હેલ્ધી સેલ્સને પણ નુકસાન પહોંચાડે છે. ત્યારે આ દવાની ખાસિયત એ છે કે, તે નોર્મલ અને હેલ્ધી સેલ્સને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર કેન્સર સેલ્સ પર જ હુમલો કરે છે.

જો કે, આ દવાને માર્કેટમાં આવવામાં હજુ થોડા વર્ષો લાગી શકે છે. કારણકે દવાની ક્ષમતાની પુષ્ટિ કરવા માટે ડેટા એકત્રિત કરવામાં સમય લાગી શકે છે.

(4:03 pm IST)