Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

શરાબના મોટા ગજાના ધંધાર્થી પોન્ટી ચઢાનો પુત્ર એરપોર્ટથી ઝડપાયો

૧૦૦ કરોડથી વધુની છેતરપીંડી : વિદેશ ભાગવાની તૈયારીમાં

નવી દિલ્હી તા ૧૩  : દિલ્હી પોલીસની ઓફેન્સીવ વીંગે મનપ્રીતસિંહ ચઢ્ઢા ઉર્ફે મોન્ટી ચઢ્ઢાની ધરપકડ કરી છે. મનપ્રિતસિંહ શરાબના ધંધાર્થી પોટી ચઢ્ઢાનો પુત્ર છે. ઇ.ઓ.ડબલ્યુ. એ  મનપ્રીતને બુધવારની રાત્રે નવી દિલ્હીના ઇંદીરા ગાંધી હવાઇ મથકેથી પકડી લીધો છે. છેતરપીંડીનો આ આરોપી કુએૈત ભાગવાની તૈયારીમાં હતો, જે પહેલા તેને ઝડપી લેવાયો છે.

પોલીસમાંથી  મળતી માહીતી અનુસાર મનપ્રીત વિરૂધ્ધ ઘણા લોકોની ફરીયાદ છે કે, તેણે ઘણી કન્સ્ટ્રકશન કંપનીઓ ખોલીને લોકો પાસેથી પૈસા લીધા હતા અને તેમને ફલેટ આપવાનું વચન આપ્યું હતું. દિલ્હીની નજીકના ગાજીયાબાદ અને નોેઇડામાં તેણે રોકાણકારોને થોડાક મહીનામાં ફલેટ આપવાનું કહયું હતું પણ વર્ષો વીત્યા પછી પણ તે નતો ફલેટ આપતો હતો, ન પૈસા પાછા આપતો હતો. ઘણા બધા રોકાણકારોએ તેના પર ૧૦૦ કરોડથી વધારેની છેતરપીંડીનો આરોપ મુકયો છે. તે લોકોનું કહેવું છે કે ૧૧ વર્ષ પછી પણ તેમનેે ફલેટ નથી મળ્યો.

(3:44 pm IST)