Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ઉત્તર ભારતમાં ચોમાસાનું આગમન મોડુ થવાની વકી

એક તો મોડેથી ચોમાસુ બેઠુ તે પણ ''વાયુ'' ની વિલનગીરી વાવાઝોડુ ચોમાસાની પથારી ફેરવશે

નવી દિલ્હી તા ૧૩ : લગભગ ૧૦ દિવસ મોડા ચાલી રહેલા ચોમાસા પર '' વાયુ'' ચક્રવાતની ખરાબ અસરો પડી શકે છે. મોૈસમ વૈજ્ઞાનીકો અનુસાર '' વાયુ'' ના કારણે કેટલાક રાજયોમાં આગામી બે ત્રણ દિવસ ભલે સારો વરસાદ પડે પણ તેના દુષ્પ્ર્રભાવથી ઉત્તર ભારતમાં ચોમાસાની વધારે રાહ જોવી પડશે.

મોૈસમ વૈજ્ઞાનીકો અનુસાર ચોમાસા દરમ્યાન આવા ચક્રવાતી તોફાનોથી લગભગ નુકશાન જ થતું હોય છે. પૂર્વમાં પણ જયારે બંગાળની ખાડીમાંથી તોફાન આવ્યું હતું  ત્યારે ચોમાસુ દશ દિવસ મોડુ શરૂ થયું હતું. જોકે આ વખતે તોફાન અરબી સુમદ્ર તરફથી આવી રહયું છે, એટલે તેની એટલી ખરાબ અસર નહીં પડે તો પણ તેની થોડીક પ્રતિકુળ અસર પડી જ શકે છે.

મોસમ વિભાગના મહાનિર્દેશક ડોકટર કે.જે. રમેશ ે કહયું કે આની ચોમાસા પર અસર થવાની શકયતા નથી. ખરેખર તો,આની પાછળનો તર્ક એવો છે કે ચોમાસુ અત્યારે કેરળ અને તમિલનાડુના કાંઠાના વિસ્તારોમાં છે, જયારે વાવાઝોડુ ગુજરાત બાજુ છે. જો આ  તોફાન કેરળ, તમિલનાડુના કાંઠાના વિસ્તારો તરફથી આવત તો ચોમાસાને આગળ વધવામાં મદદ મળી શકત, પણ વાવાઝોડા અને ચોમાસા વચ્ચે બહુ જ અંતર છે. જોકે વાવાઝોડુ પસાર થઇ ગયા પછી હવાઓની શકિત ઘટી જવાના કારણે તે વિસ્તારમાંથી નવી સીસ્ટમ બનવામાં ઘણા દિવસો લાગવાથી ચોમાસુ જયાં ને ત્યાં રોકાઇ શકે છે.

મોૈસમ વિશેષજ્ઞ ડોકટર રંજીતસિંહ કહે છે કે વાવાઝોડા દરમ્યાન બે ત્રણ દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે. તેનાથી બે ફાયદા થશે, એક તો  પ્રભાવીત વિસ્તારોમાં વરસાદથી ખેતીને ફાયદો થશે અને બીજુ રાજસ્થાન તરફથી આવતી ગરમ હવાઓનો પ્રકોપ ઘટશે. જોકે આવા વરસાદને ચોમાસુ ન ગણી શકાય

(3:36 pm IST)