Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ચુંટણીની કાયદેસરતાને પડકાર

બેલેટ પેપરથી વોેટીંગ અને હાલની લોકસભાની ચૂંટણી કેન્સલ કરવા સુપ્રિમ કોર્ટમાં અરજી

EVMની વિશ્વસનીયતા સામે ઉઠાવાયા સવાલઃ બેલેટ પેપરથી મતદાનની માંગ

નવીદિલ્હી, તા.૧૩: સુપ્રીમકોર્ટમાં વકીલ એમએલ શર્માએ નવી અરજી દાખલ કરીને હાલમાં થયેલી લોકસભા ચુંટણી રદ કરવાની માંગ કરી છે. તેઓએ કહ્યું કે રિપ્રેજન્ટેશન ઓફ પીપલ્સ એકટ હેઠળ ચુંટણી ફકત બેલેટ પેપરથી જ થઇ શકે છે.

તેથી તેઓએ માંગ કરી છે કે ચુંટણી પરિણામોને ફગાવી દેવામા આવે અને બેલેટ પેપર દ્વારા નવેસરથી ચુંટણી કરવામાં આવે. શર્માએ અરજી પર તાત્કાલીક સુનાવણીની માંગ કરી છે.

શર્માએ તેમની અરજીના દાવોકર્યાે છે કે રિપે્રજેન્ટેશન ઓફ પીયુલ્સ એકટ હેઠળ ચુંટણી ફકત બેલેટ પેપર દ્વારા જ કરવામાં આવી શકે છે તેઓએ હાલમાં પૂર્ણ થયેલી લોકસભા ચુંટણીને રદ કરવાની માંગ કરવામા આવી છેે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કોઇ વિરોધી રાજનૈતિક દળો તરફ ઇલેકટ્રોનીક વોટિંગ મશીનની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવામાં આવ્યા છે. જોકે ચુંટણી પંચ તરફથી વારંવાર ઇવીએમમાં ગરબડીની કોઇ પણ આશંકાને ફગાવી દેવામાં આવી રહી છે.

(3:31 pm IST)