Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અમિતાભ બચ્ચને બિહારના ૨૧૦૦ ખેડૂતોની લોન ચૂકવી

મુંબઇ તા.૧૩: અમિતાભ બચ્ચને બિહારના ૨૧૦૦ ખેડૂતોનું ઋણ ચૂકવ્યું છે. આ વાતની માહિતી તેમણે પોતાના બ્લોગ પર આપી હતી. અમિતાભ બચ્ચને તેમાના કેટલાક લોકોને પોતાની ઓફિસ જનકમાં બોલાવ્યા હતા.

ખેડૂતો સાથેના ફોટો બ્લોગ પર શેર કરીને એ વિશેની માહિતી આપતા અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું હતું કે 'એક વચન પુરૃં કરવામાં આવ્યું છે. બિહારમાં જે ખેડૂતોની લોનની ભરપાઇ બાકી હતી એમાંના ૨૧૦૦ને પસંદ કરીને વન ટાઇમ સેટલમેન્ટ હેઠળ બેન્કના અધિકારીને જનકમાં બોલાવ્યા હતા. શ્વેતા અને અભિષેકના હાથે તેમને રકમ સોંપવામાં આવી હતી.'

સાથે જ વધુ એક પ્રોમિસ પુરૃં કરવાની પણ વાત પોતાના બ્લોગ પર શેર કરતાં અભિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું હતું કે 'પુલવામામાં શહીદ થયેલા આપણા બહાદૂર સૈનિકોના પરિવાર અને તેમની પત્નીઓને મદદ કરવામાં આવશે. ખરા શહીદોને નાનકડી નાણાકીય મદદ કરવામાં આવશે.'

(3:30 pm IST)