Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

શ્રીલંકાના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ જહરાનના સાથી અજરૂદ્દીનની ધરપકડ

નવીદિલ્હી,તા.૧૩: શ્રીલંકામા થયેલા સિરીયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ હાશિમ જહરાનના સાતી અજરૂદીનની ધરપકડ થઈ છે. તેની સામે વિવિધ કલમો હેઠલ ગુનો દાખલ કરવામા આવ્યો છે તેને આજે કોચિની એનઆઈએની ખાસ અદાલતમા રજૂ કરવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકામા થયેલા આતંકવાદી હુમલા અંગે એનઆઈએને મળેલી બાતમીના આધારે તામિલનાડુના કોઈમ્બતુરથી અજરૂદીનની ધરપકડ કરવામા આવી હતી.   એનઆઈએની ટીમે તામિલનાડુમા દરોડા પાડ્યા હતા. આ કેસમા એનઆઈએની ટીમ અન્ય પાંચ લોકોની પણ પુછપરછ કરશે. આ માટે આ તમામને પણ કોચિ બોલાવવામા આવ્યા છે. શ્રીલંકામા થયેલા સિરીયલ બ્લાસ્ટ કેસમા એનઆઈએની ટીમને બાતમી મળી હતી તેનાઆધારે કોઈમ્બતુરમા  એનઆઈએની ટીમે દરોડા પાડતા  આ હુમલાના માસ્ટર માઈન્ડડ હાશિમ જહરાનના નજીકના મનાતા સાથી અજહરૂદીનની ધરપકડ કરવામા આવી છે.  તેની સામેે યુએપીએની કલમ યુ એસ ૧૮, ૧૮-બી, ૩૮ અને ૩૯ હેઠળ કેસ દાખલ કરવામા  આવ્યો છે  અને તેને આજે કોચિની એનઆઈએની ખાસ અદાલતમા  રજૂ  કરવામા આવશે. હાલ આ કેસને  લઈને      શ્રીલંકાની સરકાર પણ તપાસ કરી રહી છે.

(3:28 pm IST)