Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

આંધ્રપ્રદેશમાં ઇશ્વરના બદલે સીએમના નામથી લીધા શપથ:ધારાસભ્યે કહ્યું,, મારા નેતાને માનું છું ભગવાન

પ્રોટેમ સ્પીકર સંબાંગી અપ્પાલાએ ધારાસભ્યને ટોક્યા બાદ ઇશ્વરના નામથી શપથ લીધા

આંધ્રપ્રદેશમાં ધારાસભ્ય કોટમરેડ્ડી શ્રીધર રેડ્ડીએ વિધાનસભામાં ધારાસભ્યના રૂપે ઇશ્રરના નામે શપથ લેવાને બદલે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના નામે શપથ લેતા પ્રોટેમ સ્પીકર સંબાંગી અપ્પાલાએ ધારાસભ્યને ટોક્યા હતા. જે બાદ એમણે ઇશ્વરના નામથી શપથ લીધી હતી.

  શ્રીધર રેડ્ડી આ વખતે નેલ્લોર ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્ચા છે. ધારાસભ્ય રેડ્ડી દ્વારા મુખ્યમંત્રીના નામથી શપથ લેવાને પોતાના નેતા પ્રત્યે વફાદારીનું એક પગલું માનવામાં આવી રહ્યું છે. રેડ્ડીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તેમના માટે મુ્ખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ભગવાન સમાન છે.

  જગન મોહન રેડ્ડીના નામથી શપથ લેવાના કારણ પૂછવા પર કોટમ રેડ્ડી શ્રીધર રેડ્ડીએ કહ્યું કે, એ ભાવનામાં વહી ગયા હતા. તેથી એમણે નિયમોથી હટીને મુખ્યમંત્રીના રૂપે શપથ લઇ લીધી હતી. રેડ્ડીનું કહેવું છે તે એક ગરીબ પરિવારથી આવે છે. એમના પરિવારનું કોઇ નાણાકીય રીત અને રાજનૈતિક બેકગ્રાઉન્ડ નથી.

(1:12 pm IST)
  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST