Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દિલ્હી એરપોર્ટ પરથી મનપ્રીતસિંહા ચડ્ડા ઉર્ફે મોન્ટી ઝડપાયો :100 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ

સસ્તા ફ્લેટના નામે લોકો સાથે ઠગાઈ :ફૂકેટ ભાગવાની ફિરાકમાં હતો

નવી દિલ્હી :દિલ્હી પોલિસની ઈઓડબ્લૂએ મનપ્રીત સિંહા ચડ્ડા ઉર્ફ મોન્ટી ચડ્ડા ને એરેસ્ટ કરવામાં આવ્યો છે. બુધવારે રાત્રે મોન્ટીને દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ કરવામાં આવ્યો હતો

  . બિલ્ડર મોન્ટી પર ફ્લેટ બાયર્સ સાથે ફ્રોડ કરવાનો આરોપ છે. આરોપીની લુક આઉટ સર્કુલર ખુલી હતી. તે ગુરૂવારે રાત્રે ફુકેટ ભાગવાની તૈયારીમાં હતો ત્યારે પોલિસની EOWએ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચીને તેને એરેસ્ટ કરવામાં આવ્યો અને આજે કોર્ટમાં પેશ કરવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે મનપીત ચડ્ડા દારૂનો વેપારી પોંટી ચડ્ડાનો છોકરો છે. મનપ્રીતના પિતા પોંટી ચડ્ડાની હત્યા થઈ હતી. મોન્ટીની રિયલ એસ્ટેટ કંપની હાઈટેક ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ પર ફ્લેટ ખરીદનાર સાથે ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો છે.

  આરોપ છે કે મોન્ટી ચડ્ડાએ ઘણી નિર્માણ કંપનીઓ બનાવી સસ્તામાં ફ્લેટના નામ પર લોકો પાસેથી પૈસા લીધા હતા ત્યાર પછી તેઓને ફ્લેટ આપવામાં આવ્યા ન હતા. તેના પર 100 કરોડથી વધુનો ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો છે. 5થી 10 વર્ષથી ચક્કર લગાવનાર બાયર્સને હજી સુધી ચાવી આપી નથી.    અત્રે ઉલ્લેખનીય છે કે દારૂના વેપારી પોંટી ચડ્ડા અને તેના કાકા હરદીપ વચ્ચે 2012મા ગોળીઓ ચાલી હતી જેમાં પિતાના મૃત્યુ પછી મોન્ટી જ દારૂ થી લઈ રિયલ એસ્ટેટ સંભાળી રહ્યો છે.

(12:48 pm IST)