Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

SCO સમિટમાં ભાગ લેવા માટે મોદી બિશ્કેક માટે રવાના થયા

પુતિન-જિનપિંગ સાથે કરશે દ્રિપક્ષીપ બેઠક પાક. એરસ્પેસનો નહિ કરે ઉપયોગ

નવીદિલ્હી, તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે બિશ્કેક જવા રવાના થઇ ગયા છે. આ શિખર સંમેલન ૧૩ અને ૧૪ મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદી અહીં ઘણા દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ભારતની રણનીતિની વાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ શિખર સંમેલનમાં કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદી ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. સૂત્રોના અહેવાલ મુજબ આ દરમિયાન પીએમ મોદી હસન રૂહાની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજીત SCO શિખર સંમેલનમાં પહોંચ્યા અગાઉ પીએમ મોદીએ નિવેદન આપતાં કહ્યું કે આ શિખર સંમેલનમાં વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ, બહુપક્ષીય આર્થિક સહયોગ, આતંકવાદ વિરુધ્ધ એકજૂટ લડાઇને લઇને ચર્ચા થવાની આશા છે. મારી આ સંમેલનમાં કેટલાક દેશના નેતાઓ સાથે મુલાકાત તેમજ દ્વિપક્ષીય બેઠક કરવાની પણ યોજના છે.

SCO શિખર સંમેલનની મેજબાની કરી રહેલા કિર્ગિસ્તાનને લઇને પીએમ મોદીએ કહ્યું કે ભારતે કિર્ગિસ્તાનની અધ્યક્ષતાને પુરો સહયોગ કર્યો છે. એસસીઓ શિખર સંમેલન પુરુ થયા બાદ ૧૪ જૂનના રોજ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરીશે.

મોદીએ SCOને મહત્વ આપતા તેના અધ્યક્ષ અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સુરોનબે જીનબેકોવને બિમ્સ્ટેકના અન્ય નેતાઓ સહિત પોતાના શપથ સમારોહમાં આમંત્રણ પાઠવ્યું હતું.ઙ્ગ

આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે મોદી બિશ્કેકમાં ૧૩-૧૪ જૂનના રોજ આયોજિત શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક શિખર પરિષદમાં વડાપ્રધાન મોદી આતંકવાદના વધતા જોખમ સહિત સ્થાનિક વિસ્તારની મુખ્ય સમસ્યાઓ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરી શકે છે. આ સંમેલનમાં ભાગ લેનારા નેતાઓ વચ્ચે વૈશ્વિક સુરક્ષા, બહુપક્ષીય આર્થિક સહયોગ, લોકોનો લોકો સાથે સંપર્ક અને આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

(11:44 am IST)