Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

૯.૩૦ વાગ્યે ઓફિસે પહોંચોઃ ઘરે કામ ન કરો

મોદીનો મંત્રીઓને આદેશ

નવી દિલ્હી તા ૧૩ : વડા પ્રધાન મોદીએ પોતાના બધા પ્રધાનોને કહયું છે કે, તેમણે  સવારે ૯.૩૦ સુધીમાં ઓફીસે પહોંચી જવું જોઇએ. અને ઘરેથી કામ કરવાનું ટાળવું જોઇએ, જેનાથી બીજાઓ માટે દાખલા રૂપ બની શકાય. ગઇકાલેે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક થઇ હતી. વડાપ્રધાને એ પણ કહયું કે, ૪૦ દિવસના સંસદના સત્ર દરમ્યાન તેઓ કોઇ પ્રવાસ ન કરે.

વડાપ્રધાને પોતાનું ઉદાહરણ આપતા કહયું કે, જયારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અધિકારીઓની સાથે સમય પર ઓફિસે પહોંચી જતા હતા, જણાવી દઇએ કે પ્રધાન મંડળની પહેલી બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન કરી રહયા હતા, તેમણે પોતાના પ્રધાનોને કહયું કે તેઓ પણ નવા ચુંટાયેલા સંસદ સભ્યોને પણ મળે કેમકે સંસદ સભ્યો અને પ્રધાનો વચ્ચે બહુ અંતર નથી હોતું. સુત્રો અનુસાર તેમણે પ્રધાનોને કહયું કે પાંચ વર્ષનો એજંડા બનાવીને કામ શરૂ કરે અને તેનો પ્રભાવ ૧૦૦ દિવસમાં નજર આવી જવો જોઇએ.

આ બેઠકમાં પ્રધાન મંડળે માર્ચ ૨૦૧૯ ના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના આરક્ષણ, વટહુકમ રિપ્લેસ કરતા ખરડાને મંજુરી આપી, જેનાથી ૭૦૦૦ શિક્ષકોની ભરતી કરી શકાશે. એક અધિકારીએ જણાવ્યું '' શિક્ષણ ક્ષ્ેાત્રમાં મોટા સુધારા ઉપર ભાર આપવામાં આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને જ આ બિલને મંજુરી અપાઇ છે''ે

આ ખરડો કેન્દ્રીય શૈક્ષણીક સંસ્થાન અધ્યાદેશ ૨૦૧૯નું સ્થાન લેશે. મંત્રાલયે જણાવ્યું કે પ્રધાન મંડળના નિર્ણયથી અનુસુચિત જાતીઓ, અનુસુચિત જનજાતિઓ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના લોકોની જુની માગણીઓ હલ થશે અને બંધારણ હેઠળ તેમના અધિકારો નક્કી થશે, તેનાથી સામાન્ય વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પણ ૧૦ ટકા અનામત સુનિશ્ચિત થશે. (૩.૬)

 

(11:42 am IST)