Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

''વાયુ'' વાવાઝોડાનો કરંટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવનના સૂસવાટાઃ જાફરાબાદ-જેશરમાં ૧ ઇંચ વરસાદ

દરિયા કિનારે બંદર ઉપર મહાભયજનક ''૯'' નંબરનું સિગ્નલ યથાવતઃ સલામત સ્થળે રહેલા લોકોને ફુડપેકેટસનું વિતરણ

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 'વાયુ' વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આ વાવાઝોડાની અસર ગઈકાલ બુધવાર સવારથી જ શરૂ થઈ જતા જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે. પવનની ઝડપમાં સતત વધારો થતા અનેક વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જો કે આ વાવાઝોડુ વેરાવળથી આજે ૧૫૦ કિ.મી. દૂર છે જેની અસર રૂપે જોરદાર પવન ફુંકાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.

આજે સવારે અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જ્યારે જૂનાગઢ અને ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે.

આજે સવારે અમરેલી, ભાવનગર, કચ્છ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, પોરબંદરમાં વાદળછાંયા વાતાવરણ સાથે પવનના સૂસવાટા ફુંકાઈ રહ્યા છે.

જ્યારે સુરેન્દ્રનગરમાં પણ વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ રહ્યુ છે પરંતુ પવનની ગતિ ઓછી છે.

ગઈકાલ રાત્રીથી આજે સવાર સુધીમાં જાફરાબાદ અને જેશરમાં એક ઈંચ, પોરબંદરના રાણાવાવ, લખપત, વિસાવદર, ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે ખાંભા, મહુવા, ભૂજ, વેરાવળ, સુત્રાપાડા, જોડિયા, ઉપલેટા, ગોંડલ, ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, મેંદરડામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

 આ ઉપરાંત જસદણના આટકોટ, ધોરાજી, વિરપુર, જેતપુરમાં હળવો-ભારે વરસાદ સવારે વરસી રહ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડુ જેમ જેમ નજીક આવતુ જાય છે તેમ તેમ સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાયુના સંકટને લઈને સર્તકતા પણ રાખવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા બે દિવસથી જે બંદરો ઉપર વાયુ વાવાઝોડાને લઈને ૨ નંબરનું સિગ્નલ હતુ તેમાં સૌરાષ્ટ્રના ચાર બંદરોમાં બુધવારે ૨ નંબરના સિગ્નલને બદલે સીધુ ૯ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યંુ છે. વાયુ વાવાઝોડું આજે ગુરૂવારે બપોર સુધીમાં દ્વારકા અને વેરાવળના દરિયા વચ્ચે ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત થઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના સાગરકાંઠે જાફરાબાદ, પોરબંદર, વેરાવળ અને કેન્દ્ર શાસિત દીવના દરિયા કિનારે બુધવારે સાંજથી બંદરો ઉપર ૨ નંબરના સિગ્નલને બદલે ૯ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. જેમાં કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ બંદર વિભાગ દ્વારા વાયુ વાવાઝોડુ જેમ નજીક આવતુ જાય છે તેમ અને દરિયો તોફાની બનતો જાય છે.

ત્યારે બુધવારે સાંજથી સૌરાષ્ટ્રના બંદરો ઉપર ૨ નંબરના બદલે સીધુ ૯ નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યુ છે.

અમરેલી

અમરેલી, પોરબંદર દીવ અને વલસાડ સહિતમાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દીવમાં મુસાફરોને ન જવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ જે મુસાફરો દીવમાં છે તેમને પણ પરત લાવવા માટે ખાસ વ્યવસ્થાઙ્ગકરવામાં આવી છે.

રાજયમાં એનડીઆરએફની કુલ ૫૨ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં ૫૨ માંથી પાંચ ટીમ દીવમાં તૈનાત કરાઈ. પટના અને ચેન્નાઈ આવેલી ૧૨ ટીમો દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર બાકી ટીમે જામનગર, રાજકોટ અને કચ્છ મોકલવામાં આવી એનડીઆરએફની ૪૭ ટીમ ગુજરાતમાં છે અને પાંચ ટીમમાં તૈનાત કરાઇ છે

ઉપલેટામાં વરસાદ શરૂ થતા જ વીજળી ગુલ થઈ. ઉપલેટા, ધોરાજી, જેતપુર શહેર સહિત ત્રણેય તાલુકાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણમાં ધીમા પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરસાદથી ગરમીમાંઙ્ગરાહત મળતા શહેરીજનોને ઠંડીનો અહેસાસ થયો હતો.

મોરબી

મોરબીઃ વાયુ વાવાઝોડાને પગલે બપોર બાદ સમગ્ર રાજયમાં હવામાનમાં પલટો આવ્યો છે બપોર બાદ પવન સાથે અનેક સ્થળે વરસાદ વરસ્યો છે તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં પવન ફૂંકવાનો શરુ થયો છે ત્યારે રાજયના બંદરો પર નવ નંબરનું ડેન્જર સિગ્નલ લગાવી દેવામાં આવી રહ્યું છે અને મોરબી જીલ્લાના નવલખી બંદરે પણ ગ્રેટ ડેન્જર સિગ્નલ નંબર ૯ લગાવી દેવામાં આવ્યું છે જે સ્થિતિ ભયજનક હોવાનું સૂચવે છે.

માણાવદર

 માણાવદરઃ પંથકમાં 'વાયુ' વાવાઝોડાનો ફુંફાડો આજે બપોર બાદ ભારે પવન સાથે જોવા મળ્યો હતો. મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તંત્રને વાવાઝોડા અંગે મીટીંગ કરી દરેકને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી. જરૂરી દવાઓ, પુરવઠો, એમ્બ્યુલન્સ, પાણી પુરવઠો, વિજ પુરવઠો સહિત તમામ તંત્રને જરૂરી સૂચના અપાય હતી. શહેરમાં તમામ શાળાઓમાં રજા રહી હતી. બપોર બાદ ભારે પવન ફુંકાય રહ્યો છે. શહેર પાલિકાનું ફાયર ફાઈટર ટાણે ચાલે તો સારૂ ઘણી વખત ધક્કા ગાડી જેમ ધક્કા મારવા પડે છે. પુરતી ઉંચાઈની સીડી નથી જો ચાર માળના બિલ્ડીંગ ખડકાયા છે તેમા પહોંચે તેમ નથી. આજે વારંવાર વિજપુરવઠો ખોરવાયો હતો.

આજે સવારના ૮ વાગ્યા સુધીમાં ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જામનગર

જામનગર

૨૬  મી.મી.

ધ્રોલ

૩   ''

જોડિયા

૧    ''

અમરેલી

જાફરાબાદ

૨૫  મી.મી.

ખાંભા

૮    ''

અમરેલી

૧૨    ''

દેવભૂમિ દ્વારકા

દ્વારકા

૧૦  મી.મી.

કલ્યાણપુર

૨૫    ''

ભાવનગર

જેશર

૨૦  મી.મી.

મહુવા

૬    ''

કચ્છ

ભુજ

૩  મી.મી.

લખપત

૧૬    ''

ભચાઉ

૭    ''

ગીર સોમનાથ

વેરાવળ

૯  મી.મી.

સૂત્રાપાડા

૫    ''

ઉના

૧૪    ''

જૂનાગઢ

ભેંસાણ

૩  મી.મી.

જૂનાગઢ

૪    ''

કેશોદ

૨    ''

મેંદરડા

૨    ''

વિસાવદર

૧૨   ''

પોરબંદર

પોરબંદર

૭  મી.મી.

રાણાવાવ

૧૨    ''

રાજકોટ

ઉપલેટા

૬  મી.મી.

ધોરાજી

૧૧    ''

(11:00 am IST)