Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પ્રેમિકાની બદલી માટે આપી હતી વિમાન અપહરણની ધમકીઃ થઇ ઉમરકેદની સજા અને રૂ. પ કરોડનો દંડ ફટકારાયો

ર૦૧૭ મા઼ મુંબઇમાં જેટ એરવેજના વિમાનના અપહરણ કરવાની ધમકી આપનાર બિજનેસમેન બિરજૂ સલ્લાને વિશેષ એનઆઇએ અદાલતએ ઉમરકેદની સજા આપી અને રૂ. પ કરોડનો દંડ ફટકાર્યો. જે ક્રુ અને યાત્રીઓમાં વહેંચવામા આવશે. સલ્લાએ કહ્યું એને આશા હતી આનાથી એરલાઇનની દિલ્લી ઓફીસ બંધ થઇ જશે. અને ત્યાં કાર કરનારી એમની ગર્લફ્રેન્ડ મુંબઇ આવી જશે.

(8:59 am IST)
  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST

  • ''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST