Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

જીવીત જવાનોની તલાશમાં વિમાનના કાટમાળ વાળી જગ્યા પાસે ઉતર્યા વાયુસેનાના ૪ કમાન્ડો

  વાયુસેનાએ બુધવારના પોતાના ૪ ગરૂડ કમાન્ડોને અરૂણાચલ પ્રદેશમાં એએન-૩ર વિમાનના કાટમાળ વાળી જગ્યા પાસે જીવિત બચેલ જવાનોની  તલાશ માટે હેલિકોપ્ટરથી ઉતાર્યા ૧૩ લોકોની સાથે ૩ જુનના લાપત્તા થયેલ વિમાનનો કાટમાળ મંગળવારના વાયુસેનાના હેલિકોપ્ટર કોલીપોથી ૧૬ કિ.મી. ઉતરની તરફ નજરે આવ્યા હતો.

(12:00 am IST)
  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ access_time 4:28 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST