Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ઉતરપ્રદેશ બાર કાઉન્સીલની પ્રથમ મહિલા અધ્યક્ષ દરવેશની હત્યાને લઇ એમના પરિવારને રૂ. પ૦ લાખ આપવામાં આવે : ભારતીય બાર કાઉન્સીલની માંગણી

બાર કાઉન્સીલ ઓફ  ઇન્ડીયાના ઉતરપ્રદેશ બાર કાઉન્સીલની પ્રથમ મહિલા અધ્યક્ષ દરવેશ યાદવની હત્યાની નિંદા કરતા યુપી સરકારને એમના પરિવારની સુરક્ષામ અને રૂ. પ૦ લાખના વળતરની માંગણી કરી છે. બે દિવસ પહેલા જ અધ્યક્ષ બનેલ દરવેશની આગ્રા કોર્ટ પરિસરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

(11:23 pm IST)
  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશેઃ હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે access_time 11:37 am IST

  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST