Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

નવા ટ્રિપલ તલાક બિલને કેબિનેટની મંજૂરી;જમ્મુ કાશ્મીરમાં વધુ 6 મહિના માટે રાજ્યપાલ શાસન

કેબિનેટે જમ્મૂ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી અપાતા સરહદે રહેતા લોકોને રાહત

નવી દિલ્હી :મોદી સરકારની કેબિનેટે નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી છે મંત્રીમંડળે જમ્મૂ-કાશ્મીરમાં છ મહિના માટે રાજ્યપાવ શાસનના વિસ્તારને મંજૂરી આપી છે

  મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખતા મોદી સરકાર સંસદ સત્રમાં ત્રણ તકાલ બિલ રજૂ કરશે. કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, જૂના અધ્યાદેશને બિલમાં ફેરવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કેબિનેટે જમ્મૂ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી છે, જેથી જમ્મૂ કાશ્મીરમાં આંકરરાષ્ટ્રીય બોર્ડર પર રહેતા લોકોને રાહત મળશે. 

મંત્રીઓને જવાબદારી સોંપાયા બાદ કેન્દ્રીય મંત્રીપરિષદની પ્રથમ બેઠક બુધવારે યોજાઇ હતી. તેમાં સરકારના લઘુ અને દીર્ધકાલિન એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના તમામ સચિવો સાથે થયેલી વાતચીતના આગલા દિવસે થઈ હતી.

(12:00 am IST)