Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

''જીંદગી જીવવાની કળા'': સિનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સી, જર્સીસીટીના ઉપક્રમે ઉજવાયેલ બર્થ ડે પાર્ટીમાં સાઇકોથેરાપિસ્ટ શ્રી આર.ડી. પટેલનું મનનીય ઉદબોધન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સિનિયર ફ્રેન્ડસ ઓફ ન્યૂજર્સી, જર્સી સિટી, સંસ્થાના ઉપક્રમે ગુરૂવાર મે ૨૩ -૨૦૧૯ના રોજના રોજ જર્સી સીટીમાં આવેલ હંગેરી રેસ્ટોરન્ટમાં જાન્યુઆરીથી જુન છ માસની સભાસદોની બર્થ ડે પાર્ટીની ઉજવણી અને જાણીતા સાયકોથેરાપિસ્ટડ માનનીય શ્રી આર.ડી.પટેલનો વાર્તાલાપ રાખવામાં આવેલ હળવા નાસ્તા બાદ સંસ્થાના સેક્રેટરી શ્રી રજનીકાંત શાહે સમારંભમાં મોટી સંખ્યામાં હાજર રહેલ તમામ સભાસદો અને આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા.

મુખ્ય અતિથિ શ્રી આર.ડી.પટેલ નો ટૂંકમાં પરિચય આપ્યા બાદ પુષ્પગુચ્છ દ્વારા વડીલ શ્રી રતિકાક દ્વારા તેમને સન્માનિત કરેલ અને શ્રી પટેલ સાહેબને યાદગીરીરૂપ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ શાહ દ્વારા મોમેન્ટો અર્પણ કરેલ.

પ્રાસંગિક પ્રવચનમાં મુરબ્બી શ્રી રતિકાકાએ તેમની લાક્ષણિક શૈલીમાં સંસ્થાની અનેકવિધ પ્રવૃતિઓ કઇ રીતે કરવામાં આવે છે અને ખાસ કરીને સંસ્થાના પ્રમુખ શ્રી ડો.મહેન્દ્રભાઇ શાહ તેમની આગવી રીતે તેમજ ધગશથી અને આવડત સાથે પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરીને તેમજ સંસ્થાના તમામ હોદ્દેદારોને, કારોબારી સભ્યો. દાતાશ્રીઓના અનન્ય સહકારથી જે પ્રગતિ થઇ છે તેનો આછો ખ્યાલ આવ્યો હતો. તેઓશ્રીએ સંસ્થાના સેક્રેટરી શ્રી રજનીકાંત.., શ્રી વસંતભાઇ શ્રીમતી મયુરીબેન પટેલ શ્રી અશ્વિનભાઇ, શ્રી ચોકસી શ્રી બાલુભાઇ, શ્રી દિલીપભાઇ પરીખ, શ્રી કાંતિભાઇ પટેલ, દક્ષાબેન અમીન, શ્રી સુબોધભાઇ શાહ શ્રી પરેશભાઇ પંડ્યા, શ્રી નરેન્દ્રભાઇ પટેલ શ્રી નિરંજન પટેલ, શ્રી મહેન્દ્રભાઇ શાહ જેવા સેવાભાવી કાર્યકર્તાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનાના આશરે ૩૦ જેટલા સભાસદોની વર્ષગાંઠની ઉજવણી હેપી બર્થ ડે ના મધુર ગીતથી શરૂ કરેલ અને દરેકે યથાયોગ્ય દાન આપીને સંસ્થાની આર્થિક પ્રગતિમાં ફાળો આપેલ. આમંત્રિત સાયકોથેરાપીસ્ટ માનનીય શ્રી આર.ડી.પટેલે તેમની પોતાની હળવી લાક્ષણિક શૈલીમાં આશરે બે કલાકથી વધુ સમય સુધી સિનિયર્સ માટે જીંદગી જીવવાની કળા-જીવનના જુદા જુદા પાસાઓનો ઉલ્લેખ કરી એક સિનિયર્સને પાછળનીં જિંદગી કેવી રીતે ગાળવી અને આનંદપૂર્વક કઇ રીતે જીવવું તેનું સચોટ માર્ગદર્શન પુરૂ પાડેલ બીજા આમંત્રિત બી સી બી બેંકના મેનેજર શ્રીમતી જિજ્ઞાસા પટેલે તેમનું પ્રાસંગિક પ્રવચન કરેલ જાણીતા ફોટોગ્રાફર શ્રી મહિપત મુલાણી તેમની આગવી છટાથી પ્રસંગને અનુરૂપ ફોટામાં મઢી પ્રસંગને વધુ સફળ બનાવેલ અંતે હંગેરી રેસ્ટોરન્ટ દ્વારા સરસ ભોજનનો રસાસ્વાદ માણી બધા પ્રેમથી છુટા પડ્યા હતા આગામી બે કાર્યક્રમો જુલાિ સાતમી ને રવિવાર એટલાન્ટિક કેસિનો ટુરનું આયોજન તેમજ ઓગસ્ટ ૩ના રોજ સમર પિકનિકનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી તેવું શ્રી મહેન્દ્ર શાહની યાદી જણાવે છે.

(8:06 pm IST)