Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પ.બંગાળમાં બીજેપીનું હલ્લાબોલઃ પોલીસે કર્યો લાઠીચાર્જ

આંસુગેસના ગોળા છોડીને પાંચ બીજેપી કાર્યકરોની કરી ધરપકડ

કલકતા, તા.૧૨: પ.બંગાળમાં આજે વધુ એક બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ મળ્યા બાદ રાજયમાં તણાવ વધી ગયો છે. સતત હિંસા વિરૂધ્ધ બીજેપી કાર્યકર્તાઓ મમતા સરકાર વિરૂધ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છેે પોલીસ મુખ્યાલય તરફો આગળ વધીને બીજેપી કાર્યકર્તાઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યા અને આંસુગેસના ગોળી છોડ્યા. આ ઉપરાંત પાણીના ફુવારાથી બીજેપી કાર્યકર્તાઓને રોકવાના પ્રયત્નો કર્યા લોકસભા ચુંટણી બાદ થી વ રાજયમાં ટીએસીઅને બીજેપી કાર્યકર્તા આમતે સામતે છે. રાજયમાં હિંસા થમવાનું નામ લઇ રહી નથી.

આજે તણાવ તે સમયે વધ્યો જયારે માલદામાં બે દિવસથી લાપતા બીજેપી કાર્યકર્તાનો મૃતદેહ મળ્યો. છેલ્લા કેટલાક દિવસોયત સતત બીજેપી અને આરએએસ કાર્યકર્તાઓની હત્યાથી નારાજ બીજેપી કાર્યકર્તાઓનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો

નારાજ થયેલા બીજેપી કાર્યકરો રસ્તા પર ઉતરી  આવ્યા અને મમતા સરકાર વિરૂધ્ધ નારેબાજી કરવા લાગ્યા તેઓએ પોલીસ સ્ટેશનને ઘેરીને ભારે હોબાળો કર્યો તેને રોકવા પોલીસે ભારે મહેનત કરવી પડીે ત્યારે સંખ્યામાં રસ્તા પર ઉતરેલા ઉગ્ર બીજેપી કાર્યકરોને રોકવા માટે પોલીસે પાણીના ફુવારાાની સાય આંસુગેસના ગોળા છોડયા.

(4:08 pm IST)