Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ચમકી તાવનો કહેરઃ વધુ બાળકોનો ભોગ લીધોઃ ૪૮ના મોતઃ આઇસીયુ ખૂટી પડયા

પટના, તા.૧૨: બિહારમાં ચમકી તાવ એટલે કે એકયૂટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ (AES)નો કહેર ચાલુ જ છે, આ બીમારીને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બીમારીને કારણે  વધુ૧૦ બાળકોનાં મોત થયા છે, જયારે ૨૩ નવા બાળકોને સારવાર દાખલ કરવામાં આવ્યા છે.  હાલ ૬૦ બાળકો હોસ્પિટલમાં દાખલ છે.  સહનીએ જણાવ્યું કે બીમાર બાળકોની સંખ્યા વધી રહી હોવાથી બે નવા પીઆઈસીયૂ ખોલવામાં આવ્યા છે.

અત્યાર સુધી ચમકી તાવને કારણે ૪૮ બાળકોનાં મોત થયા છે. જયારે ૬૦ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને હોસ્પિટલમાંથી અત્યાર સુધી ૨૨ બાળકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. આ પહેલા રવિવાર મોડી રાતથી સોમવાર મોડી રાત સુધી આશરે ૨૦ બાળકોનાં મોત થઈ ગયા છે.

બાળકોનાં સતત મોતને મામલે આજે કેન્દ્ર સરકારની તપાસ ટીવી મુઝફ્ફરપુર પહોંચશે. કેન્દ્રીય વિભાગની સાત સભ્યોની ટીમ પટના પહોંચી ચુકી છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે તમામ વિભાગોના સચિવોને આ મામલે ધ્યાન આપવાની સૂચના આપી હતી. સીએમએ જણાવ્યું હતું કે બાળકોનાં મોતથી સરકાર ચિંતિત છે.

(3:31 pm IST)